ઉનાના નામાંકીત વેપારીને ત્યાં દરોડો 235 કીલો ઘી, 750 કિલો માખણ શીલ

  • ઉનાના નામાંકીત વેપારીને ત્યાં દરોડો 235 કીલો ઘી, 750 કિલો માખણ  શીલ
    ઉનાના નામાંકીત વેપારીને ત્યાં દરોડો 235 કીલો ઘી, 750 કિલો માખણ શીલ

ઉના તા.27
ઉનાના નામાંકીત માખણ-ઘી ના વેપારીને ત્યાં જીલ્લાની એલ.સી.બી. તથા સ્થાનીક પોલીસ અને ફુડ ઇન્સ્પેકટરે છાપો મારી 235 કિલો ઘી 750 કિલો માખણ શંકાસ્પદ સીલ કરી નમુનો પરિક્ષણ માટે મોકલી આપ્યો હતો.
ઉના શહેરમાં નામાંકીત ઘી, માખણનાં વેપારી નીલેશભાઇ છગનભાઇ ભુપતાણી ના શહેરમાં આવેલ એક ગોડાઉનમાં શુઘ્ધ ઘી તથા શુઘ્ધ માખણના નામે ભેળસેળ યુકત ઘી, માખણનો મોટા પ્રમાણમાં જથ્થો હોવાની ગીર સોમનાથ જીલ્લાની એલ.સી.બી. પોલીસને બાતમીના આધારે પી.એસ.આઇ. આર.એન. રાજયગુરુ એલ.સી.બી. એએસઆઇ લતાબેન દેવસીભાઇ, લલીતભાઇ ચાવડા, ગુરુ સમરણભાઇ, લાલજીભાઇ, દેવીબેન અમરા, ઉનાના પોલીસ વાઢેરભાઇ, અમિજીતસિંહ ભીખુભાઇ તથા ઉના નગરપાલિકાના ફુડ ઇન્સ્પેકટર જે.પી. ગુજજરભાઇને સાથે રાખી રેડ પાડી હતી.
ગોડાઉનના માલીક તથા ઘી-માખણનો વેપાર કરતાં નીલેશભાઇ છગનભાઇ ભુપતાણી હાજર હોય પંચ રુબરુ તપાસ કરતાં ગોડાઉનમાં શંકાસ્પદ ઘી 235 કિલો તથા 750 માખણ અને મળી રૂા 1.43 લાખનો સીલ કરી આ માખણ અને ઘીના જથ્થામાંથી સેમ્પલ લઇ પરિક્ષણ માટે લેબોરેટરી માં મોકલી આપવા તજવીજ હાથ ધરી છે.
આમ એલ.સી.બી. પોલીસે રેડ પાડતાં ભેળસેળ યુકત ઘી, માખણ નું શુઘ્ધ ઘી માખણ નો વેપાર કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાય ગયો છે.
એક વાત નોંધનીય છે કે આ નીલેશભાઇ ભુપતાણીને ત્યાં ગયા વરસે પણ પોલીસે રેડ પાડી હતી. ફરી પાછાને નિશાન ઉપર આવ્યાં છે. તો ઉના શહેર તથા તાલુકામાં માખણ, ઘી નો વ્યાપર કરતા અસંખ્ય વેપારી શું? શુઘ્ધ ઘી માખણનો વેપાર કરે છે. તેમની સામે શા માટે તપાસ થતી નથી તેવું લોકોમાં ચર્ચાય છે.