ઉનાના રામેશ્ર્વર ગામે કુતરાએ 8ને બચકા ભર્યા હડકાયા કુતરાને ટોળાએ મારી નાંખ્યું

  • ઉનાના રામેશ્ર્વર ગામે કુતરાએ 8ને બચકા ભર્યા હડકાયા કુતરાને ટોળાએ મારી નાંખ્યું
    ઉનાના રામેશ્ર્વર ગામે કુતરાએ 8ને બચકા ભર્યા હડકાયા કુતરાને ટોળાએ મારી નાંખ્યું

ઉના તા. 27
ઉના તાલુકાના રામેશ્વર ગામે હડકાયા શ્વાને આંતક મચાવતા રસ્તા પરથી પસાર થતા વાહનો તેમજ ચાલતા જતા લોકો પર અચાનક હુમલો કરી શરીરના હાથ, પગ, તથા મોઢાના ભાગે બચકા ભરતા ગંભીર ઇજા પહોચાડી હતી. આ શ્વાને આંતક મચાવતા ગ્રામ્ય વિસ્તારો તેમજ આજુબાજુના વિસ્તારોમા નાશભાગ મચી ગયેલ હતી. હડકાયા શ્વાન લોકોને બચકા ભરતા ઇજા ગ્રસ્ત લોકોને સારવાર અર્થે સામતેર તેમજ ઉના હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા.
જેમા ઇજા ગ્રસ્ત મનુભાઇ વશરામભાઇ બાંભણીયા, અરજણભાઇ રામભાઇ બાંભણીયા, હેમાક્ષીબેન બાંભણીયા, મોઘીબેન ઉગાભાઇ રહે. રામેશ્વર, પ્રતાપભાઇ જાની રહે. ઉના, કાળુભાઇ સોલંકી, ભીમભાઇ ગોહીલ રહે. સામતેર, સહીતના 8 થી વધુ નાના મોટા વ્યક્તીઓને હડકાયા શ્વાને બચકા ભરતા લોહીલુહાણ હાલતમાં તાત્કાલીક સારવાર અર્થે સામતેર તેમજ ઉના ખાનગી હોસ્પીટલે ખસેડેલ હતા. હડકાયા શ્વાનને અનેક લોકોને બચકા ભરી ગંભીર ઇજા કરતા લોકોના ટોળા એકત્ર થઇ શ્વાનને શોધી તેમને મારી નાખેવામાં આવેલ હતું. હડકવા ન થાઇ જેથી શ્વાનના ઇન્જેક્શન લઇ સારવાર લીધેલ હતી.