દુષ્કર્મના આરોપ સબબ શ્રીલંકાના ગુણાથિલકા ઉપર 6 મેચનો પ્રતિબંધ

  • દુષ્કર્મના આરોપ સબબ શ્રીલંકાના ગુણાથિલકા ઉપર 6 મેચનો પ્રતિબંધ
    દુષ્કર્મના આરોપ સબબ શ્રીલંકાના ગુણાથિલકા ઉપર 6 મેચનો પ્રતિબંધ

કોલંબો, તા.27
શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ઓપનર દનુષ્કા ગુણાથિલકા પર આચારસંહિતાના ઉલ્લંઘન બદલ છ મેચનો પ્રતિબંધ લગાવ્યો છે. પોલીસે ગુણાથિલકાની હોટલના રૂમમાં નોર્વેની મહિલા સાથે કથિત બળાત્કારની તપાસ થઈ રહી છે.
27 વર્ષીય ગુણાથિલકાની પોલીસ દ્વારા મંગળવારે પુછપરછ કરાઈ હતી. ગુણાથિલકાના મિત્ર સંદીપ જૂડ સેલિહા પર ટીમ હોટેલના રૂમમાં નોર્વેની બે મહિલાઓ પૈકી એક સાથે બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો છે.
પોલીસે કહ્યું કે, ગુણાથિલકા પર આરોપ નથી પરંતુ ક્રિકેટ બોર્ડની સુનાવણીમં તેને ટીમ અનુશાસન અને કરારની શરતોના ઉલ્લંઘનમાં દોષિત ગણી છ મેચનો પ્રતિબંધ લગાવ્યો છે.
ગુણાથિલકા હવે સાઉથ આફ્રિકા સામેની પાંચ વન-ડે મેચની સિરીઝ અને એક માત્ર ટી-20 મેચ નહીં રમી શકે. તેને અનુશાસનાત્મક કાર્યવાહી ચાલી રહી હોવાથી શ્રીલંકાની ટીમમાં સામેલ પણ નહોતો કર્યો.