ગાવસ્કરે ઈમરાન પીએમ બનશે તેવી મજાકમાં કરેલી ટિપ્પણી સાચી પડી!

  • ગાવસ્કરે ઈમરાન પીએમ બનશે તેવી મજાકમાં કરેલી ટિપ્પણી સાચી પડી!
    ગાવસ્કરે ઈમરાન પીએમ બનશે તેવી મજાકમાં કરેલી ટિપ્પણી સાચી પડી!

મુંંબઈ, તા.27
દિગ્ગજ ભારતીય ખેલાડી અને કેપ્ટન રહેલા સુનીલ ગાવસ્કરે ઘણા વર્ષ પહેલા જ ઈમરાન ખાને વડાપ્રધાન બન્યા પહેલા ભવિષ્યવાણી કરી હતી. ભારત અને બાંગ્લાદેશની વચ્ચે વનડે મેચની કોમેન્ટ્રી દરમિયાન તેમને કહ્યું હતું કે, ઈમરાન ખાન દેશના આગામી વડાપ્રધાન બની શકે છે.
જો કે, કોમેન્ટ્રી બોક્સમાં ગાવસ્કર પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રમીજ રાજાની સાથે હતા.
તે દરમિયાન બન્નેની વચ્ચે ઈમરાનને લઈને વાતચીત શરૂ થઈ અને રમીજ રાજાએ ઈમરાનની મઝાક ઉડાવી હતી. ત્યારે ગાવસ્કરે તેમને કહ્યું કે, સર્તક રહો રેંબો, જેની મઝાક તમે ટીવી પર કરી રહ્યા છો તે આગળ ચાલીને પાકિસ્તાનના વડાપ્રધાન પણ બની
શકે છે.
ગાવસ્કરનું આ કથન આજે સાચું પડવા જઈ રહ્યું છે. તેમને આ ટિપ્પણી ભારત અને બાંગ્લાદેશની વચ્ચે 2012માં રમાયેલા એશિયા કપના વનડે મેચ દરમિયાન કરી હતી. પાકિસ્તાનમાં થયેલી સામાન્ય ચૂંટણીમાં ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફ (પીટીઆઈ) સૌથી મોટી પાર્ટીના રૂપમાં ઉભરી છે.