SC/ST સુધારા સામે 8 ઓગસ્ટે ભારત બંધ

નવીદિલ્હી તા,26
લોક જનશક્તિ પાર્ટીના સાંસદ ચિરાગ પાસવાને અનુસૂચિત જાતિ અને જનજાતિના મુદ્દે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે, જેનાથી કેન્દ્ર સરકારની મુશ્કેલી વધી ગઈ છે. ચિરાગ પાસવાને પીએમ મોદીને પત્ર લખીને કહ્યું કે 20 માર્ચનાં રોજ સુપ્રીમ કોર્ટના જજ એ.કે.ગોયલે એસસી/એસટી અધિનિયમ પર નિર્ણય આપ્યો હતો. જેનાથી અનુસૂચિત જાતિ અને જનજાતિમાં અસંતોષ અને આક્રોશ છે. આ મુદ્દે સરકાર યોગ્ય પગલાં નહીં લેતો 6 ઓગષ્ટે યોજાનારા ભારત-બંધથી થનારુ નુકસાન અટકાવી નહીં શકાય. ચિરાગ પાસવાને કહ્યું કે, સુપ્રીમ કોર્ટના આ નિર્ણય વિરૂદ્ધ અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગ દ્વારા 2જી ફેબ્રુઆરીએ આંદોલન દરમિયાન ઉગ્ર પ્રદર્શન કર્યું હતું, જેના કારણે ઘણું નુકસાન થયું હતું અને અમારી ગઉઅ સરકાર વિરૂદ્ધ અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોમાં કારણ વગર અવિશ્વાસનું વાતાવરણ બન્યું.
ચિરાગ પાસવાને કહ્યું કે, એકવખત ફરી અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગ 9 ઓગસ્ટે ભારત બંધનું આહ્વાન કર્યું છે. આ વખતે પ્રદર્શન અને વધુ ઉગ્ર હોવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે, જેને જોતાં આપણે યોગ્ય પગલાં ભરવાની જરૂર છે. ચિરાગ પાસવાને કહ્યું કે, સુપ્રીમ કોર્ટના જે જજ ગોયલે એસસી/એસટી અધિનિયમ પર ચુકાદો આપ્યો હતો, તેને રિટાયર્ડમેન્ટ પછી નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલના ચેરમેન બનાવવામાં આવ્યા છે. સરકારના આ નિર્ણયથી અનુસૂચિત જાતિ અને જનજાતિમાં સંદેશ ગયો કે સરકાર એસસી/એસટી વિરૂદ્ધ ચુકાદો આપવા માટે જસ્ટિસ એ.કે.ગોયલને પુરસ્કૃત કરવામાં આવ્યા છે.