ટેસ્ટ ક્રિકેટમાં નવો ઇતિહાસ: શ્રીલંકન સ્પિનરોની 20 વિકેટ: આફ્રિકા શ્રેણી હાર્યુ

  • ટેસ્ટ ક્રિકેટમાં નવો ઇતિહાસ: શ્રીલંકન સ્પિનરોની 20 વિકેટ: આફ્રિકા શ્રેણી હાર્યુ
    ટેસ્ટ ક્રિકેટમાં નવો ઇતિહાસ: શ્રીલંકન સ્પિનરોની 20 વિકેટ: આફ્રિકા શ્રેણી હાર્યુ

કોલંબો તા.23
શ્રીલંકાએ સોમવારે દક્ષિણ આફ્રિકાને 199 રને હરાવીને ટેસ્ટ સીરિઝ 2-0થી જીતી લીધી છે. બીજી ટેસ્ટમાં શ્રીલંકા તરફથી દરેક 20 વિકેટ સ્પિનર્સે લીધી છે. ટેસ્ટ ક્રિકેટમાં આવું પહેલીવાર થયું છે કે જેમાં કોઈ ટીમે સ્પિનર્સના દમ પર કોઈ મેચ જીતી છે. મેચમાં 6 ખેલાડીઓએ બોલિંગ કરી હતી. તેમાં માત્ર સુરંગા લકમલ જ ફાસ્ટ બોલર છે, બાકી બધા સ્પિનર્સ હતા. પહેલી ઈનિંગમાં માત્ર સ્પિનર્સે જ બોલિંગ કરી હતી. શ્રીલંકાના દિમુત કરુણારત્નેને સીરિઝ અને મેચના મેન ઓફ ધી મેચ બનાવવામાં આવ્યા છે. તેમણે આ મેચની પહેલી ઈનિંગમાં 53 અને બીજી ઈનિંગમાં 85 રન બનાવ્યા હતા.
શ્રીલંકાએ ટોસ જીત્યો અને પહેલો બેટિંગનો નિર્ણય કર્યો હતો. તેમણે પહેલી ઈનિંગમાં 338 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા પહેલી ઈનિંગમાં 124 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી દિલરુવન પરેરા, અકીલા ધનંજય અને રંગના હેરાથે
ક્રમશ: 4,5 અને 1 વિકેટ લીધી હતી. દક્ષિણ આફ્રિકાની ટીમ ફોલોઓન નહતી બચાવી શકી પરંતુ શ્રીલંકાએ જાતે જ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેણે 5 વિકેટ પર 275 રન બનાવીને બીજી ઈનિંગ જાહેર કરી હતી. દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 489 રન જોઈતા હતા પરંતુ બીજી ઈનિંગમાં તેઓ 290 રન જ બનાવી શકી હતી.
મેચમાં શ્રીલંકા તરફથી રંગના અને ધનંજયે 7-7 અને પરેરાએ 6 વિકેટ લીધી હતી. તેમના સિવાય લેફ્ટી ફાસ્ટર બોલર અને કેપ્ટન સુરંગા લકમલ, સ્પિનર્સ ધનંજય ડિસિલ્વા અને દાનુષકા ગુનાતિલાકાએ પણ બોલિંગ કરી હતી. પરંતુ તેઓ કોઈની વિકેટ નહતા લઈ શક્યા. ખાસ એ કે રંગના અને ધનજંયે 7-7 વિકેટ લેવા માટે વધારે રન પણ આપ્યા હતા. રંગના અને ધનંજયે 130-130 રન આપ્યા હતા. પરેરાએ 119 રન આપીને 6 વિકેટ લીધી હતી.
મેચમાં હેરાથે 7 વિકેટ લીધી છે. તેમણે બીજી ઈનિંગમાં 98 રન આપીને 6 વિકેટ લીધી હતી. હેરાથે ઈનિંગમાં 34મી વખત 5 અથવા તેથી વધારે વિકેટ લીધી છે. આ મામલે મુથૈયા મુરલીધરન નંબર વન છે. મુરલીધરને તેમની કેરિયર દરમિયાન 67 વખત 5 અથવા તેથી વધુ વિકેટ લીધી છે. બીજા નબંરે શેન વોર્ને આવું 37 વખત કર્યું છે. ન્યૂઝીલેન્ડના રિચર્ડ હેડલી અને ભારતના અનિલ કુંબલેએ 36 અને 35 વખત આવું કરી ચૂક્યા છે. 6થી વધારે વિકેટ લેવાના મામલેહેરાથ ત્રીજા નંબરે છે. તેમણે 18મી વખત આવું કર્યું છે. આ યાદીમાં પણ મુરલીધરન નંબર વનની જગ્યાએ છે. તેઓ 30 વખત આ કારનામું કરી ચૂક્યા છે. જ્યારે કુંબલે અને વોર્ન 19-19 વાર છથી વધારે વિકેટ લઈ ચૂક્યા છે.