લાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં ધોધમાર: ઉતર અને દક્ષિણ ગુજરાતમાં પણ સતત મેઘ મહેર

અમદૃાવાદૃ,તા.૨૦
દૃક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્યગુજરાતમાં ભારે વરસાદૃ થયા બાદૃ અમદૃાવાદૃમાં પણ આખરે આજે ભારે વરસાદૃ થયો હતો અન્ો કલાકોના ગાળામાં જ અમદૃાવાદૃ શહેરમાં સરેરાશ બ્ો ઇંચથી વધુ વરસાદૃના કારણે જનજીવન ખોરવાઈ પડ્યું હતું. સાંજે કલાકોના ગાળામાં જ અમદૃાવાદૃ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદૃથી જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઇ ગઈ હતી. નવા પશ્ર્ચિમ ઝોનમાં સૌથી વધારે સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદૃ ખાબકી ગયો હતો.
જયારે દક્ષિણ ગુજરાત અને ઉતર ગુજરાતના વિવિધ પ્રાંતોમાં પાંચ થી સાત ઇંચ વરસાદ નોંધાયો હતો.
આજના વરસાદૃ સાથે જ અમદૃાવાદૃમાં સિઝનનો વરસાદૃ છ ઇંચ થઇ ગયો છે. લગભગ એક મહિના જેટલી લાંબી રાહ જોવડાવ્યા બાદૃ આખરે મેઘરાજા મોડે મોડે પણ અમદૃાવાદૃ શહેર પર આજે જાણે મહેરબાન થયા હતા. ધોધમાર તોફાની વરસાદૃ ત્ાૂટી પડતાં અમદૃાવાદૃીઓ વરસાદૃી માહોલન્ો લઇ ખુશખુશાલ બન્યા હતા.
દૃક્ષિણ ગુજરાતમાં આજે પણ ભારે વરસાદૃ જારી રહૃાો હતો. ભારે વરસાદૃના કારણે અન્ોક વિસ્તારોમાં પાંચ ઇંચથી વધુ વરસાદૃ થયો હતો. દૃક્ષિણ ગુજરાતના ઉંમરપાડામાં સાત ઇંચથી વધુ વરસાદૃ ખાબકી ગયો હતો. સુરત જિલ્લામાં આ વિસ્તારમાં ચારેબાજુ પાણી ભરાઈ ગયા હતા. બીજી બાજુ અંકલેશ્ર્વરમાં પાંચ ઇંચ, ન્ોત્રંગ, સાગબારા, હાંસોટમાં ચાર ઇંચથી વધુ વરસાદૃ થયો હતો જ્યારે દૃાહોદૃમાં ચાર ઇંચથી વધુ વરસાદૃ ખાંબક્યો હતો. વાળિયા અન્ો માંગરોળમાં ત્રણ ઇંચથી વધુ વરસાદૃ થયો હતો. ભરુચ તાલુકામાં બ્ો ઇંચથી વધુ વરસાદૃ થયો છે. ડેડિયાપાડામાં ત્રણ ઇંચથી આસપાસ વરસાદૃ નોંધાયો છે. અસરગ્રસ્ત તમામ વિસ્તારોમાં બચાવ અન્ો રાહત કામગીરી યથાવતરીત્ો જારી છે. ગુજરાત રાજયમાં સૌરાષ્ટ્ર અને દૃક્ષિણ ગુજરાતના પંથકોમાં મેઘરાજાએ તબાહી અન્ો તારાજી સર્જયા બાદૃ કંઇક અંશે જોર ધીમું પાડતાં ત્યાંના લોકોએ ભારે રાહતનો દૃમ લીધો હતો. બીજીબાજુ, હવે મેઘરાજાએ ઉત્તર ગુજરાત અન્ો મધ્ય ગુજરાતમાં પોતાની કૃપા વરસાવવાનું છેલ્લા બ્ો દિૃવસથી શરૂ કર્યું છે. જેમાં આજે અમદૃાવાદૃ, મહેમદૃાવાદૃ, વડોદૃરા, બનાસકાંઠામાં દૃાંતા, પાલનપુર, બાયડ, મોડાસા, ખેડબ્રહ્મા, વિજયનગર સહિતના પંથકમાં આજે પણ ધોધમાર વરસાદૃ નોંધાયો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. રાજયમાં આજે સૌથી વધુ વરસાદૃ દૃાંતામાં પાંચ ઇંચથી વધુ, મહેમદૃાવાદૃમાં પાંચ ઇંચ, વઘઇ અને શહેરામાં પણ પાંચ-પાંચ ઇઁચથી વધુ વરસાદૃ નોંધાયો હતો. રાજયના ૮૪ તાલુકાઓમાં આજે નોંધપાત્ર વરસાદૃ નોંધાયો હતો. સૌરાષ્ટ્ર-દૃક્ષિણ ગુજરાતના પંથકોમાં ગઇકાલથી મેઘરાજાએ આઠ-નવ દિૃવસની ધમાકેદૃાર ઇનીંગ બાદૃ કંઇક અંશે વિરામ લીધો હતો અને મોટાભાગના વિસ્તારોમાં વરસાદૃનું જોર ઘટયુ હતુ. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના દૃાંતામાં પાંચ ઇંચથી વધુ વરસાદૃ નોંધાયો હતો. તો, મહેમદૃાવાદૃ, વઘઇ, શહેરા સહિતના તાલુકાઓમાં પણ પાંચ ઇઁચ જેટલો વરસાદૃ નોંધાતા લોકો ખુશખુશાલ બન્યા હતા.