ફિલ્મ ગીતોને સાહિત્યિક ઉંચાઇ અપાવનાર કવિ નિરજનું નિધન

  • ફિલ્મ ગીતોને સાહિત્યિક ઉંચાઇ અપાવનાર કવિ નિરજનું નિધન
    ફિલ્મ ગીતોને સાહિત્યિક ઉંચાઇ અપાવનાર કવિ નિરજનું નિધન

નવી દિલ્હી તા.19
સાહિત્યના લોકપ્રિય કવિ, લેખક, સાહિત્યકાર અને ફિલ્મ ગીતોને એક અનેરી ઉંચાઇ આપનાર પદમભૂષણ સન્માનથી સન્માનીત ગોપાલદાસ સકસેના ‘નિરજ’નું આજે નવી દિલ્હી ખાતે એઇમ્સમાં લાંબી બીમારી બાદ નિધન થયું છે. કવિ નિરજે 93 વર્ષની વયે આજે સાંજે 7.35 વાગ્યે અંતિમ શ્ર્વાસ લીધા હતા.
એમના પુત્ર શશાંક પ્રભાકરે જણાવ્યું હતું કે આગ્રામાં શરુઆતી ઉપચાર બાદ તેમને દિલ્હી ખાતે એઇમ્સમાં ભરતી કરાયા હતા.
એમના પાર્થિવ દેવને પહેલા આગ્રામાં અંતિમ દર્શનાથેૃ રાખવામાં આવશે ત્યારબાદ અલીગઢમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
કવિ નીરજના લોકપ્રિય અને ઉચ્ચ સ્તરના ગીતોમાં કાંરવા ગુજર ગયા, જીવન કી બગિયા મહેકેગી, એ ભાઇ જરા દેખ કે ચલ, છોડ દે દુનિયા કિસીકે લીયે, ઇત્યાદીનો સમાવેશ થાય છે.
કવિ નીરજનો જન્મ 4 જાન્યુઆરી 1925 માં ઉત્તર પ્રદેશના ઇટાવામાં થયો હતો એમની રચનાઓને ગુજરાતી, મરાઠી, પંજાબી, રશિયન ભાષામા અનુવાદ
થયો હતો.
એમના કલમમાંથી નીકળેલા ગીતોને ત્રણ વાર ફિલ્મફેર એવોર્ડ મળ્યા હતા.