કનુભાઇ કલસરિયા કોંગ્રેસમાં જોડાયા

  • કનુભાઇ કલસરિયા કોંગ્રેસમાં જોડાયા
    કનુભાઇ કલસરિયા કોંગ્રેસમાં જોડાયા

ભાવનગર તા.11
લાં....બા સમયની અટકળો વચ્ચે ભાજપના ભૂ.પૂ. ધારાસભ્ય કનુભાઇ કલસરિયા આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા. ટેલીમીડીયાનાં રીપોર્ટ મુજબ કલસરીયાએ આજે નવી દિલ્હી ખાતે કોગ્રેસ અઘ્યક્ષ રાહુલ ગાંધી સાથે મીટીંગ કરી કોંગ્રેસ પ્રવેશ કર્યો હતો. સુત્રોનો જણાવ્યાનુસાર ડો. કલસરીયાને કોંગ્રેસ આગામી લોકસભાની ચુંટણી લડાવશે.
સુત્રોના જણાવ્યાનુસાર મહુવાના ભૂતપૂર્વ ધારાસભ્ય કલસરીયા રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ દરમિયાન કોંગ્રેસમાં જોડાઇ શકે છે. રાહુલ ગાંધી 16-17 જુલાઇએ ગુજરાતના મેથળા બંધરાની મુલાકાતે આવી રહ્યા છે. અહીં રાહુલ ગાંધી મેથળા બંધારા ખાતે ખેડુતો સાથે રાહુલ ગાંધી કરશે ચર્ચા કરશે.
ભાજપના ઉમેદવાર તરીકે કલસરિયા ત્રણ વાર મહુવાથી ધારાસભ્ય તરીકે વિજયી થયેલા છે, કલસરિયાએ 2008માં મહુવા પાસે બની રહેલી નીરમાના સિમેન્ટ પ્લાન્ટને મંજૂરી આપવાના વિરોધમાં નરેન્દ્ર મોદીની સામે પડ્યા હતા. કોંગ્રસના કુવંરજી બાવળિયા તાજેતરમાં જ ભાજપમાં જોડાયા છે, તેવામાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસની કોળી સમાજની વોટ બેન્ક નબળી પડશે તેવા શક્યતાની વચ્ચે કોંગ્રેસે મોટો દાવ ખેલ્યો છે. કોંગ્રેસે સૌરાષ્ટ્રમાં ખેડૂતોના નેતા તરીકે જાણીતા કનુ કલસરિયાને 11 જુલાઇએ વિધિવત રીતે પક્ષ સાથે જોડ્યા છે. જેના કારણે આગામી લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ કોંગ્રેસ વારા ફરતી રાજકારણમાં ગરમાવો લાવી રહ્યા છે.