સજાતિય સંબંધ પરનો નિર્ણય સુપ્રીમ કોર્ટ પર છોડતું કેન્દ્ર

  • સજાતિય સંબંધ  પરનો નિર્ણય સુપ્રીમ કોર્ટ પર છોડતું કેન્દ્ર
    સજાતિય સંબંધ પરનો નિર્ણય સુપ્રીમ કોર્ટ પર છોડતું કેન્દ્ર

નવી દિલ્હી તા.11
સમલૈંગિકતાને ગુનાના દાયરાથી બહાર કરાય કે નહીં, કેન્દ્ર સરકારે આ નિર્ણય સંપૂર્ણપણે સુપ્રીમ કોર્ટ પર છોડી દીધો છે. બુધવારના રોજ આ કેસની સુનવણી દરમ્યાન કેન્દ્ર સરકારે કલમ 377 પર કોઇ સ્ટેન્ડ લીધું નથી અને કહ્યું કે કોર્ટ જ નક્કી કરે કે 377ની અંતર્ગત સહમતિથી પુખ્ત સમલૈંગિક સંબંધ બનાવો ગુનો છે કે નહીં. એડિશન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સરકારની તરફથી કહ્યું કે અમે 377ને માન્યતાના મામલે સુપ્રીમ કોર્ટ પર છોડે છે, પરંતુ જો સુનવણીનો દાયરો વધે છે તો સરકાર એફિડેવિટ આપશે.
ભારતીય દંડ સંહિતા (ઈંઙઈ)ની કલમ 377 સંવૈધાનિક માન્યતાને પડકારનાર અરજીઓ પર ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ આરએફ નરીમન, જસ્ટિસ એ.એમ.ખાનવિલકર, જસ્ટિસ ડી.વાઇ.ચંદ્રચુડ અને જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાની પાંચ જજોની બેન્ચ સુનવણી કરી રહી છે. બુધવારના રોજ પણ આ મામલા પર સુનવણી ચાલુ રહી. કોર્ટે કહ્યું કે જો બે પુખ્ત વ્યક્તિઓની વચ્ચે પરસ્પર સહમતિથી સંબંધ બને છે તો તેને ગુનો ગણી શકાય નહીં.
તેની સાથે જ કેન્દ્રે સુપ્રીમ કોર્ટને અનુરોધ કર્યો કે સમલૈંગિક વિવાહ, સંપત્તિ અને પૈતૃક અધિકારો જેવા મુદ્દા પર વિચાર ન કારાય. કારણ કે કેટલાંય પ્રતિકૂળ પરિણામ હશે. કેન્દ્રે સ્પષ્ટતા કરતાં કહ્યું કે બે વયસ્કોની વચ્ચે સહમતિથી બનાવેલા સંબોધોથી જોડાયેલ કલમ 377ની માન્યતાના મુદ્દાને અમે કોર્ટના વિવેક પર છોડીએ છીએ. બીજીબાજુ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તેઓ પોતાને એ વાત પર વિચાર કરવા સુધી સીમિત રાખશે કે કલમ 377 બે વયસ્કોના વચ્ચે સહમતિથી બનાવા સંબંધોને લઇ અસંવૈધાનિક છે કે નહીં.
અરજીકર્તાના વકીલ મેનકા ગુરૂસ્વામીએ કહ્યું કે સેકશન 377 એલજીબીટી સમુદાયના સમાનતાના અધિકારને ખત્મ કરે છે. લેસ્બિયન ગે, બાઇસેક્સુઅલ અને ટ્રાન્સજેર સુમદાયના લોકોને કોર્ટ, સંવિધાન અને દેશમાંથી સુરક્ષા મળવી જોઇએ. તેમણે એમ પણ કહ્યું કે સમલૈંગિક સમુદાયના લોકો પ્રતિભામાં ઓછા નથી અને આ સમુદાયના લોકો આઇએએસ, આઇઆઇટી જેવી મુશ્કેલ પરીક્ષાઓ પાસ કરી રહ્યાં છે.