‘તાજ’ને સાચવી ન શકો તો તોડી પાડો ને : સુપ્રીમ

  • ‘તાજ’ને સાચવી ન શકો તો તોડી પાડો ને : સુપ્રીમ
    ‘તાજ’ને સાચવી ન શકો તો તોડી પાડો ને : સુપ્રીમ

નવી દિલ્હી તા.11
તાજમહેલને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જોરદાર ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યું કે, તાજને સંરક્ષણ આપો અથવા બંધ કરો કે ધ્વસ્ત કરી દો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે એફિલ ટાવરને જોવા 80 મિલિયન લોકો આવે છે, જ્યારે કે તાજમહેલને જોવા મિલિયન. તમે લોકો તાજમહેલને લઈને ગંભીર નથી કે તેની કોઈ ચિંતા પણ નથી. આપણો તાજ વધુ સુંદર છે અને તમે ટૂરિસ્ટને લઈને ગંભીર નથી. આ દેશનું નુકસાન છે, તાજમહેલને લઈને ભારે ઉદાસિનતા છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો યોગ્ય રીતે ધ્યાન રાખવામાં આવે તો આપણી વિદેશી મુદ્રાની મુશ્કેલીઓ દૂર થઈ હોત. સુપ્રીમ કોર્ટે ફરી સવાલ ઉઠાવ્યો કે તાજ ટ્રેપેઝિયમ ઝોન (ઝઝણ) એરિયામાં ઉદ્યોગ લગાવવા માટે લોકો આવેદન કરી રહ્યાં છે અને તેમના આવેદન પર વિચાર થઈ રહ્યો છે. આ આદેશોનું ઉલ્લંઘન છે. સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતાં કહ્યું કે ઙઇંઉ ચેમ્બર્સને કહ્યું છે કે જે ઈન્ડસ્ટ્રી ચાલી રહી છે તેને તમે પોતે જ કેમ બંધ નથી કરતા. ત્યારે ઝઝણ તરફથી કહેવાયું કે હવે તેઓ ઝઝણમાં કોઈ નવી ફેક્ટરી ખોલવાની મંજૂરી નહીં આપે.
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, ઝઝણએ કેટલીક નવી ફેક્ટરીના આવેદનો પર વિચાર કરી રહી છે. સુપ્રીમ કોર્ટે ઝઝણના ચેરમેનને નોટિસ આપી છે. તો કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે ખઘઊઋએ એક કમિટીની રચના કરી છે, જે તે જોશે કે તાજમહેલ કેટલો અને કયા કારણસર પ્રદૂષિત થયો છે. કેન્દ્ર સરકારે તેમ પણ કહ્યું કે પ્રદૂષણને લઈને તાજમહેલની આસપાસના વિસ્તારોમાં પણ તપાસ કરશે. કમિટીનો રિપોર્ટ 4 માસની અંદર આવી જશે જે બાદ તે નક્કી કરવામાં આવશે કે કોઈ વિદેશી એક્સપર્ટને કમિટીમાં સામેલ કરવાની જરૂર છે કે નહીં.
9 મેનાં રોજ સુપ્રીમ કોર્ટે અજઈંને ફટકાર લગાવી હતી. તાજમહેલના રંગ બદલવાને લઈને અજઈંએ મેલ અને ગંદકીને જવાબદાર ગણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે 1996માં પહેલી વખત તાજમહેલને લઈને આદેશ જાહેર કર્યા હતા પરંતુ 22 વર્ષ બાદ પણ કંઈજ ન થયું. અજઈંનું એવું કહેવું છે કે તાજમહેલને મેલ તેમજ કીડા-મકોડાને કારણે નુકસાન થઈ રહ્યું છે, તેના પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી. અજઈંએ કહ્યું કે તાજમેહલ પર મેલ ઉડીને જમા થાય છે. સુપ્રીમ કોર્ટે અજઈંને ફટકાર લગવાતાં પૂછ્યું કે તાજમહેલને મેલ અને કીડા-મકોડા કઈ રીતે નુકસાન પહોંચાડી રહ્યાં છે. કોર્ટે કહ્યું કે, અજઈંએ સમજવા નથી ઈચ્છતા કે તાજમહેલમાં સમસ્યા શું છે? કોર્ટે પૂછ્યું કે શું મેલ હોય તેને પાંખો હયો છે જે ઉડીને તાજમહેલ પર જઈને બેસી જાય છે. કોર્ટે કહ્યું કે જો અજઈંનો આવો જ સ્ટેન્ડ છે તો કેન્દ્ર સરકારે તાજમહેલની દેખરેખ માટે કોઈ અન્ય વિકલ્પની તલાશ કરવી જોઈએ.
અરજકર્તા એમ.સી.મહેતાએ કહ્યું કે યમુનામાં પાણી ગંદુ છે. પહેલાં માછલીઓ હતી જે મેલને ખાઈ જતી હતી. કેન્દ્ર સરકારે ચાર સપ્તાહમાં સુપ્રીમ કોર્ટમાં યોગ્ય જવાબ રજૂ કરવાનો છે તો ઉત્તર પ્રદેશ સરકારે જુલાઈમાં તાજમહેલને વર્ષો સુધી સુરક્ષિત રાખવા માટેનું વિઝન ડોક્યૂમેન્ટ રજૂ કરવાનું છે.