ઇરાનના કુસ્તીબાજને પછાડી ભારતના બજરંગ પુનિયાએ જીત્યો સુવર્ણ ચંદ્રક

જોર્જિયા તા. 7
ભારતીય સ્ટાર કુસ્તીબાજ ઇફષફિક્ષલ ઙીક્ષશફ એ જોર્જિયામાં રમાઈ રહેલ તબલિસિ ગ્રાં પ્રિ વર્લ્ડ રેન્કિંગ રેસલિંગ ચેમ્પિયનશીપમાં 65 કિલો ગ્રામ વર્ગમાં ગોલ્ડ મેડલ જીતી અગામી મહીને જાકાર્તામાં રમાવનાર એશિયન ગેમમાં પોતાના ગોલ્ડ મેડલની સંભાવાના મજબૂત કરી લીધી છે.
ભારતીય કુસ્તીબાજે સેમીફાઈનલ મુકાબલામાં રશિયાના કુસ્તીબાજને 6-5 થી હરાવી ફાઈનલમાં જગ્યા બનાવી લીધી અને ફાઈનલમાં ગોલ્ડ મેડલ મજબૂત દાવેદાર ઈરાની કુસ્તીબાજ મેહરાન નસીરીને 3-2 થી હરાવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યું હતું. બજરંગ ગુરૂવારે ગોલ્ડ મેડલ માટે મુકાબલામાં ઉતર્યા હતા અને સફળ રહ્યા હતા. વર્લ્ડ સ્તરીય આ ચેમ્પિયનશીપમાં ભારતને એક માત્ર મેડલ પૂનિયાએ અપાવ્યું હતું. બજરંગે જણાવ્યું છે કે, ચેમ્પિયનશીપમાં તેમના વજનમાં 28 કુસ્તીબાજ વર્લ્ડભરમાં સામેલ થયા હતા અને મુકાબલો જીતી ફાઈનલમાં પ્રવેશ કરવામાં સફળ રહેવાની સાથે ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યા હતા. તેમને જણાવ્યું છે કે, એશિયન ગેમ પહેલા તે આ મુકાબલોમાં રમવા ઈચ્છતા હતા જેથી સારી તૈયારી થઈ શકે. કેમકે અહીં વર્લ્ડ સ્તરીય કુસ્તીબાજ મુકાબલામાં હતા. બજરંગના સિવાય દીપક પુનિયાએ તુર્કીએ ઓસમાં ગોસેનને 5-3 હરાવી બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યું હતું.