આસામમાં 7 જીલ્લામાં પૂરની સ્થિતિ: કુલ 3ર લોકોના મોત

ગૌહતી તા. 7
આસામમાં પૂરની સ્થિતિ વધુ વણસી છે. આસામના સાત જિલ્લાના 51 હજારથી વધુ લોકો પૂરને કારણે અસરગ્રસ્ત બન્યા છે. ધેમાજી, લખીમપુર, સોનિતપુર, નાલબારી, બારપેટા, ચિરાંગ અને મજૂલી જિલ્લામાં પૂરની સ્થિતિથી જનજીવન પર વિપરીત અસર પડી છે. આ સાત જિલ્લાના 85 ગામડામાં 51 હજારથી વધુ લોકો પૂરને કારણે મુશ્કેલીમાં મૂકાયા છે. લખીમપુર જિલ્લામાં પૂરની સૌથી વધુ અસર છે. આસામમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 32 લોકોનાં મોત નીપજ્યા છે.