આજના યુવાનો તંદુરસ્ત રહે તે જરૂરી : ડો. યજ્ઞેશ જોશી

રાજકોટ તા,7
વિશ્ર્વમાં સૌથી વધુ યુવાનો ભારતમાં છે અને તેથી જ એવું કહેવાય છેકે ભારત મહાસતા બની રહયું છે. વિશ્ર્વ ગુરૂ બની રહયુ છે. પરંતુ આજના યુવાનો શરીર અને મન થી તંદુરસ્ત રહે તે જરૂરી છે અને તેથી જે.જે.કુંડલિયા આટસ, કોમર્સ એન્ડ બી.બી.એ કોલેજમાં જ્ઞાનધારા અંતર્ગત યોગ તથા આયુર્વેદ અંગેની જાગૃતિ ના સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં કોલેજના પ્રિન્સીપાલ ડૉ.યજ્ઞેશભાઈ જોષી એ જણાવ્યું હતું કે જયારે સમગ્ર વિશ્ર્વ એ ભારતના યોગ શાસ્ત્ર નો સ્વીકાર કર્યોસ છે. 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે આપણા યુવાનો એ વૈજ્ઞાનિક રીતે તેને સ્વીકારવું જોઈએ. આજની આધુનિક જીવનશેલી માં શરીર તથા મનની તંદુરસ્તી માટે આહાર તથા વ્યવહાર સુધારવો પડશે. જે વિદ્યાર્થી શરીર થી મજબુત હોય તે અભ્યાસમાં એકાગ્રતાસાથે સફળતા મેળવી શકે.ખંભા આર્યુવેદીક ડીસ્પેન્સરી ના મેડિકલ ઓફિસર ડૌ.પ્રિતેશ દવે એ વિદ્યાર્થીઓને આયુર્વેદ તથા યોગના ફાયદાઓ સમજાવી તેને જીવનમાં ઉતારવા પ્રોત્સાહિત કર્યા હતા. જો રોજબ રોજના કાર્યો માં યોગ ઉતારવામાં આવે તો કયારેય દવા નલેવી પડે અને તંદુરસ્તી જળવાઈ રહે સમગ્ર કાર્યક્રમ જ્ઞાનધારા ના કો-ઓર્ડિનેટર ડો.અમીબહેન દવે ના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો તથા આભારવિધિ પ્રા.હિમાંશુ રાણિંગા એ કરી હતી.