ઇઝરાયેલની જાસુસી સંસ્થા મોસાદે પ0 વર્ષ જુનુ મિશન પાર પાડયું

ઇઝરાયલ તા. 7
ઇઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદ એ પોતાના જાસૂસની 50 વર્ષ જૂની ઘડિયાળને શોધી કાઢી છે. પ્રખ્યાત ઇઝરાયલી જાસૂસ એલી કોહેન સીરિયામાં પકડાઇ જતા તેને જાહેરમાં ફાંસીએ લટકાવ્યાના અંદાજે 50 વર્ષ બાદ તેમની ઘડિયાળ મળી છે. ઘડિયાળ તપાસવા માટે એક ખાસ અભિયાન ચાલ્યું હતું. ઇઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહુએ ઘડિયાળ મળ્યાની પુષ્ટિ કરી.
નેતન્યાહૂએ કહ્યું કે હું મોસાદના છોકરાનો દ્રઢ અને સાહસિક અભિયાનની પ્રશંસા કરું છું. આ ટીમનો એકમાત્ર હેતુ પોતાના જાસૂસીની નિશાનને ઇઝરાયલને પાછા સોંપ્યા હતા, તેમણે દેશને સુરક્ષિત બનાવી રાખવામાં અગત્યનું યોગદાન હતું. જાસૂસી એજન્સીએ દાવો કર્યો કે આ ઘડિયાળ મોસાદે સીરિયામાં તાજેતરમાંજ એક ખાસ અભિયાનમાં શોધી છે. જોકે આ અંગે કોઇ માહિતી આપી નથી કે કોહેનની ઘડિયાળ તેમણે કયાંથી અને કંઇ સ્થિતિમાં મળી. કોહેનની યાદમાં થોડાંક સપ્તાહ પહેલાં જ વાર્ષિક સમારંભ આયોજીત કરાયો હતો.માનવામાં આવે છે કે મોસાદના નિર્દેશક યોસ્સી કોહેને આ ઘડિયાળ કોહેનના પરિવારને સોંપી દીધી છે. કોહેન સીરીયામાં પકડાયો તે પહેલાં સુધી આ જ ઘડિયાળ પહેરતો હતો.