સીએ દિવસ અંતર્ગત યુથ વાઇબ કાર્યક્રમ યોજાયો

સીએ દિવસ અંતર્ગત યુથ વાઇબ કાર્યક્રમ યોજાયો
રાજકોટ તા,6
રાજકોટ સીએ, બ્રાંચના સ્ટુડન્ટ એસોસિએશન દ્વારા સીએ ડે ના ભાગ રૂપે યુથ વાઈબ ફેસ્ટીવલનું આયોજન કરાયું હતું. આ સાંસ્કૃતિક કાર્યક્રમના 19 જેટલા અલગ અલગ પરર્ફોમન્સ યોજાયા હતા અને 900 જેટલા સીએ.વિદ્યાર્થીઓ, મેમ્બેર્સ તથા વાલીઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં આર જે આકાશ આર.જે ખાસ હાજરી આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા બ્રાંચ ના ચેરમેન સીઆ ભાવિન મેહતા, એક્ષ-ઓફીસીઓ વિશાલ રાચ્છ, તથા કમિટી મેમ્બેર્સે જહેમત ઉઠાવી હતી. ઉપરાંત સીએ વીક ના ભાગરૂપે રાજકોટ બ્રાંચ દ્વારા સેલ્ફ ડિફેન્સ લર્નિંગ-બેસિક કરાટે કોર્સ, એ ટોક ઓન પ્રોફેશનલ ફિટનેસ, સાયકલ રેલી, વૃક્ષારોપણ અને ત્રિશા કાર્યક્રમ, વુમન એમ્પાવરમેંટ સેમિનાર, રંગોળી સ્પર્ધા, પેન્ટિંગ અને મેહંદી સ્પર્ધા તથા ઈન્ડોર ગેમ્સનું આયોજન પણ કરવામાં આવ્યું છે.