વોર્ડ નં.2 માં વન ડે વન વોર્ડ અંતર્ગત સફાઈ

રાજકોટ તા.7
આજરોજ તા.07/07/2018ના રોજ વન ડે વન વોર્ડ કાર્યક્રમ અન્વયે આરોગ્ય શાખાની શહેરી મેલેરિયા યોજના ઘ્વારા વોર્ડ નં. રમાં કામગીરી કરવા આવેલ હતી. જ્યારે આવતીકાલથી રોજ ત્રણ વોર્ડમાં આ કામગીરી હાથ ધરવામાં આવનાર છે.
ઘરે ઘરે ટાંકા - પી5, અન્ય પાણી ભરેલાપાત્રોતપાસી, જયાં મચ્છરનાપોરા જોવા મળે ત્યાં પાત્રો ખાલી કરાવવામાં આવ્યા અથવા તો દવા છંટકાવ કરી પોરાનો નાશ કરવામાં આવેલ તથા મોટા અને ખુલ્લા રહેતા પાણીના પાત્રોમાં પોરાભક્ષક ગપ્પીમાછલી મુકવામાં આવેલ. આ પોરાનાશક કામગીરી હેઠળ ગીતગુર્જરી - 1 થી 4, નેહરૂનગર - 1 થી 4 બગીચા પાસે, અમરજીતનગર - 1 થી 4, જયગીતસોસા, નરસિંહનગર, સખીયાનગર - 1 થી 3, શ્રીજી સોસા. - 1 થી ર, 6, શ્રેયસસોસા. - 1, ર, રંગ ઉ5વન સોસા., છોટુનગર, આંગણવાડી, જસાણી પાર્ક, પાર્વતી પાર્ક, શિવાજી પાર્ક - 1 થી 8, ઋચિબંગ્લોઝ, ઇન્કમટેક્ષસોસા., ઘુવનગર - 1 થી 3 મે. રોડ, સુભાષનગર - 1 થી 3 મે. રોડ 6, 7 ચુડાસમાપ્લોટ - 1 થી 4, ગીતગુર્જરીસોસા. - 5 થી 4, વિસ્તારઆવરીલેવામાં આવેલ.
પુખ્ત મચ્છરના નાશ માટે ઉકત વિસ્તારમાં ફોગીંગ કામગીરી કરવામાં આવેલ તથા પત્રિકા વિતરણના માઘ્યમથી આરોગ્ય શિક્ષણ આ5વામાં આવેલ.