ઉનાના સીમારમાં આધેડ ઉપર દીપડાનો હુમલો

  • ઉનાના સીમારમાં આધેડ  ઉપર દીપડાનો હુમલો
    ઉનાના સીમારમાં આધેડ ઉપર દીપડાનો હુમલો

ઉના તા.7
સીમર ગામની નજીક વાડીમાં આધેડ ઉપર વહેલી સવારે દાતણ કરતા હતા ત્યારે અચાનક દીપડો આવી ચડી હુમલો કરી દેતા ગંભીર ઇજા થતા લોહીલોહાણ હાલતમાં ઇજાગ્રસ્તને સારવાર અર્થે સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવેલ.
ઉનાના સીમર ગામે દાંત સાફ કરતા આધેડ પર દીપડાએ દાંત બેસાડ્યા. વહેલી સવારે વાડીમાં દાતણ કરતા હતા ત્યાં અચાનક દીપડો આવી હુમલો કર્યો.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ દરીયાઇ કાંઠા વિસ્તારમાં આવેલ સીમર ગામે રહેતા હરીસિંહ ભાણુભા વાળા ઉ.વ.50 વહેલી સવારે પોતાની વાડીમાં દાંતણ કરતા હતા એ વખતે અચાનક દીપડો વાડીમાં આવી ચડતા દીપડાએ હરીસિંહ પર હુમલો કરી દેતા રાડો રાડ કરવા લાગેલ અને આજુબાજુમાં રહેલા લોકો એકઠા થઇ ગયેલ અને દીપડાનો સામો કરી તેને ભગાડી મુકેલ તેમજ ઇજાગ્રસ્ત આઘેડને તાત્કાલીક સારવાર અર્થે પ્રથમ સીમર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડેલ ત્યાર બાદ વધુ સારવાર અર્થે ઉના સરકારી હોસ્પીટલમાં સારવારમાં લાવતા તેને વધુ સારવાર આપવામાં આવેલ છે. બાજ નજર રાખી પાંજરા મુકી આવા જંગલી વનાવરોને વન્ય વિસ્તારોમાં ખસેડે તેવી લોક માંગણી ઉઠવા પામેલ છે.