વિમેન્સ એમ્પાયરમેન્ટ પર્સનાલિટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામ યોજાયો

રાજકોટ તા.7
સૌરાષ્ટ્ર-કચ્છમાં કલબ યુવી નવરાત્રી મહોત્સવ, સાંસ્કૃતિક કલબ, બિઝનેસમેન વિગ અને હવે તો વિમેન્સ વિંગથી પણ કલબ યુ વી જાણીતી થઇ ગયેલ છે તે વિમેન્સ વિંગ દ્વારા વિમેન્સ એમ્પાવરમેન્ટ પર્સનાલીટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન થયેલ છે તે પ્રોગ્રામ કાર્યરત કરવા માટે વિમેન્સ વિંગની વર્કીંગ કમીટી, ફેકલ્ટીનું કલબ યુવી, પાટીદાર પરીવારના શ્રેષ્ઠીઓ દ્વારા સન્માન કરવામાં આવેલ.
આ પ્રોગ્રામની સંપૂર્ણ ડીઝાઇન ફર્સ્ટ આઇડીયા ગ્રુપના એમ.ડી. કિરણભાઇ પટેલ અને તેમની ટીમના નિલેશભાઇ ટીટીયા, કિંજલ તલસાણીયા, ક્રિષ્ના દલસાણીયા, ટ્રેઇનર હિરેન જોશી, સંદીપ દવે, કિંજલ કીયાડા દ્વારા કરવામાં આવે છે તેમાં વિમેન્સને સ્ટેટ મેનેજમેન્ટ, એન્ગર મેનેજમેન્ટ, હેર, સ્ક્રીન અને ડ્રેસીંગ એટીકેટ, હેલ્થ, હાઇજીન, પર્સનાલીટી ડેવલપમેન્ટ, કોમ્યુનિકેશન સ્કીલ, ઇમેજ મેનેજમેન્ટ સહિતના મહત્વના વિષય પર ટ્રેઇન કરવામાં આવે છે, આ કાર્યક્રમને મહિલાઓનો ખુબજ બહોળો પ્રતિભાવ મળી રહ્યો છે.
આ પ્રસંગને સેલીબ્રેટ કરવા માટે કલબ યુવી તરફથી ગુજરાતી કોમેડી નાટક પટેલને રોકે અને ભગવાન ટોકે નાટકનું આયોજન કરેલ છે જે દરમ્યાન કલબ યુવીના શ્રેષ્ઠીઓ એવા મનસુખભાઇ પાણ, પુષ્કરભાઇ ડઢાણીયા, ભાવેશભાઇ ફળદુ, નરોતમભાઇ કણસાગરા, રાજુભાઇ કાલરીયા, હિરેન વરમોરા, કાંતિભાઇ માકડીયા, કિરીટભાઇ અદ્રોજા, જમનભાઇ ભલાણી, રાજુભાઇ ફળદુ, સંદીપભાઇ માકડીયા, બંટીભાઇ પટેલ, નિખીલભાઇ પટેલ, પંકજભાઇ કણસાગરા, કનુભાઇ પટેલ, કિશોરભાઇ ખાંટ સહિતના પાટીદાર પરીવારના આગેવાનોના હસ્તે કલબ યુ વી વિમેન્સ વિંગ્સના વિમેન્સ તથા ફેકલ્ટીનું સન્માન કરવામાં આવેલ.
આ તકે કલબ યુવીના વા.ચેરમેન અને જાણીતા બીઝનેસમેન સ્મિતભાઇ કનેરીયાએ કલબ યુવી વિમેન્સ વિંગની અત્યાર સુધીની કામગીરીમાં મદદરૂપ થયેલ નલીનભાઇ ઝવેરી આત્મીય કોલેજ, દિપાલીબેન પટેલ મોટીવેશ્નલ સ્પીકર/કથાકાર, ક્રિકેટર, મિતુલભાઇ ધોળકીયા, અમિતભાઇ દવે, નિરવ કનેરીયા, સ્કાય ઉદયત ગ્રુપનો આભાર માનેલ.
કલબ યુવીના બોર્ડ ઓફ ડાયરેકટરો મૌલેશભાઇ ઉકાણી ચેરમેન, સ્મિતભાઇ કનેરીયા વા.ચેરમેન, મહેન્દ્રભાઇ ફળદુ એમ.ડી., એમ.એમ.પટેલ, શૈલેષભાઇ માકડીયા, જીવનભાઇ વડાલીયા, મનુભાઇ ટીલવા, કાંતિભાઇ ઘેટીયા તરફથી પણ સતત માર્ગદર્શન મળી રહેલ છે. કલબ યુવી વિમેન્સ વિંગની વર્કીંગ કમીટીમાં જોલી ફળદુ, સોનલ ઉકાણી, સેજલ કાલાવડીયા, શીતલ ભલાણી, રૂચિ મકવાણા, બીના માકડીયા, વૈશાલી ઓગાણજા, દિપ્તી અમૃતીયા, નિશા લાલાણી, રેખા વૈષ્નાણી, શિતલ હાંસલીયા, સુનીતા ઓગાણજા, સીમા પટેલ, મીનલ પટેલ, રશ્મી બેરા, જલ્પા વાછાણી, હિરલ ધમસાણીયા, ખ્યાતી પટેલ, શિલ્પા કાલાવડીયા, શીતલ લાડાણી, પુજા ગોલ, શિલ્પા સુરાણી, શ્રુતી ભડાણીયા, જોલી કાલાવડીયા, હેતલ પટેલ, તોરલ પટેલ કાર્યરત છે.
સમગ્ર કાર્યક્રમનું કલબ યુવીની સંકલન કમીટીના સભ્ય કાંતિભાઇ ઘેટીયા, સંદીપભાઇ માકડીયા, સુરેશભાઇ ઓગાણજા, અજય દલસાણીયા, બીપીન બેરા, પ્રફુલ કાથરોટીયા, આશીષ વાછાણી, રેનીશ માંકડીયા, જય કડીવાર સુંદર આયોજન કરેલ અને નાટકના કલાકારોને તેમના હસ્તે સન્માન કરવામાં આવેલ. આભારવિધી કાંતિભાઇ ઘેટીયાએ તથા પ્રોગ્રામનું સંચાલન મેહુલભાઇ ચાંગેલાએ કરેલ.