અનોખુ વિચારો અનોખા માનવી બનો : અપૂર્વ મુનિ

  • અનોખુ વિચારો અનોખા માનવી બનો : અપૂર્વ મુનિ
    અનોખુ વિચારો અનોખા માનવી બનો : અપૂર્વ મુનિ

રાજકોટ તા. 7
વિશ્વવંદનીય સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજનો 98મો જન્મજયંતી મહોત્સવ રાજકોટ ખાતે ખૂબ જ ભવ્યતા અને દિવ્યતાપૂર્વક ઉજવાશે. સમગ્ર વર્ષ દરમિયાન રાજકોટ શહેરમાં વિવિધ સામાજીક અને આધ્યાત્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત ગઈકાલે રાજકોટ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા પ્રમુખસ્વામી સભાગૃહ ખાતે રાજકોટ શહેરમાં આવેલ વિવિધ કંપની, પેઢી, વ્યવસાય અને દુકાનના માલિકો, પાર્ટનર્સ, ડિરેક્ટર્સ, મેનેજર્સ માટે રાજકોટ લીડર્સ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજકોટ મંદિરના સંત નિર્દેશક અપૂર્વમુનિ સ્વામીએ અનોખુ વિચારો અનોખા બનો (થીંક ડીફરન્ટ બી ડીફરન્ટ) વિષય પર પ્રેરક વક્તવ્યનો લાભ આપ્યો હતો.
આ સેમીનારમાં રાજકોટ શહેરના મહાનુભાવો જેમાં શહેર જિલ્લા ભાજપ પ્રમુખ તથા માર્કેટિંગ યાર્ડના ચેરમેન ડી.કે.સખીયા, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શિવલાલભાઈ બારસિયા, માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન હરદેવસિંહ જાડેજા, વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી તથા ટ્રાન્સપોર્ટ એસોસિએસનના પ્રમુખ શાંતુભાઈ રુપારેલિયા, વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ તથા નાગરિક બેન્કના ડાઇરેક્ટર હરિભાઇ ડોડીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ રાજકોટ શહેર અંતર્ગત આવતી વિવિધ કંપની, પેઢી, વ્યવસાય અને દુકાનના માલિકો, પાર્ટનર્સ, ડિરેક્ટર્સ, મેનેજર્સ કુલ 2000 જેટલા ઉદ્યોગપતિઓ સેમીનારમાં ઉપસ્થિત રહ્યાં હતાં.