રાજકોટ ક્રાઈમ ડેસ્ક

રાજકોટ જેલમાં કેદીએ સીસીટીવીમાં
પાણી ઉડાડતા 15 હજારનું નુકશાન
રાજકોટ જીલ્લા જેલના સ્ટાફ કવાર્ટરમાં રહેતા અને જેલમાં જ નોકરી કરતા કૃષ્ણકુમાર અજમલભાઈ વાઢેરે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરીયાદમાં જણાવ્યુ હતું કે મુળ અમદાવાદના ખોખરાનો અને હાલ રાજકોટ જીલ્લા જેલમાં સલામતી યાર્ડ ખાલી નં.1માં સજા ભોગવતા કરમણ ઉર્ફે કમાભાઈ સોમાભાઈ રબારીએ જેલના સીસીટીવી કેમેરા ઉપર પાણી ઉડાડતા કેમેરા બંધ થઈ ગયા હતા જેથી સરકારી મિલકતને 15 હજારનું નુકશાન કરવા અંગે ગુનો નોંધાવતા એએસઆઈ સુરેશભાઈ વધુ તપાસ ચલાવી રહ્યા છે.
જયપ્રકાશનગરમાંથી સગીરાનું અપહરણ
રાજકોટના ભગવતીપરામાં આવેલ જયપ્રકાશનગરમાં સદગુરૂ પાર્કમાં રહેતા જીનતબેન અનવરભાઈ જુણેજાની 17 વર્ષીય સગીર દિકરીને 79062 67081 મોબાઈલ નંબર વાળો શખ્સ લગ્ન કરવાની લાલચ આપી ફોસલાવી અપહરણ કરી જતા આ અંગે ફરીયાદ નોંધાવતા બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.એમ. ઝાલાએ તપાસ હાથ ધરી છે.
બે વર્ષ માટે હદપાર કરાયેલ શખ્સની ધરપકડ
રાજકોટના કાલાવડ રોડ ઉપર કેકેવી હોલ પાછળ મફતીયાપરામાં રહેતા રાજુભાઈ ગોવિંદભાઈ મકવાણા નામના શખ્સને વિવિધ ગુનામાં બે વર્ષ માટે હદપાર કરાયેલ હોવા છતા તેના ઘરેથી મળી આવતા એસઓજીના સ્ટાફે દબોચી લઈ માલવીયાનગર પોલીસને સોંપતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.