ભાડેરની હત્યામાં લાશ સ્વીકારાઈ નથી ને આજે ધોરાજીમાં મરનારની શ્રદ્ધાંજલી સભા !

  • ભાડેરની હત્યામાં લાશ સ્વીકારાઈ નથી ને આજે ધોરાજીમાં મરનારની શ્રદ્ધાંજલી સભા !
    ભાડેરની હત્યામાં લાશ સ્વીકારાઈ નથી ને આજે ધોરાજીમાં મરનારની શ્રદ્ધાંજલી સભા !

ધોરાજી, તા. 7
ધોરાજીના ભાડેર ગામે ખુનકા બદલા ખૂન પ્રથમે મુસ્લીમ આઘેડની હત્યા બાદ પટેલ આઘેડની હત્યા થતા ખોબા જેવડા ગામમાં હાહાકાર મચી ગયો હતો અને વધુ વાતાવરણ કરશે નહી એ માટે જીલ્લા પોલીસ વડા અંતરીપ સુદ 2 પ્લાટુન એસઆરપી જવાનો હથીયાર સાથે ગોઠવી દેતાઆજે પણ નાના એવા ભાડેર ગામમાં અંજપા ભરી શાંતિ જોવા મળેલ હતી.
ધોરાજીના ભાડેર ગામે તા.4ને બુધવારના રોજ નિર્દોષ ખેડુત પટેલ જીવતભાઈ છગનભાઈ સંગાણી ઉ.વ.50 ની રીવોલ્વરની અણીએ અપહરણ કરી જુનાગઢ જિલ્લાના વંથલી ગામ નજીક ગોળી મારી હત્યા નિપજાવતા જેના ઘેરા સૌરાષ્ટ્રભરમાં પડયા હતા બાદ આજે મૃતક પરિવારે સતત ચોથા દિવસેય લાશ સ્વીકારવાની ના પાડી દેતા પોલીસ માટે મુશ્કેલી જોવા મળેલ છે.
અને ખોબા જેવડા નાના ભાડેર ગામ આજે પોલીસ છાવણીમાં ફેરવાયું છે 2 પ્લાટુન એસઆરપી હથીયાર ધારી જવાનો 2 પીએસઆઈ 8 એએસઆઈ 82 હથીયારધારી જવાનો અને લોકલ પાટણવાવ ધોરાજીની પોલીસ ગોઠવી દેતા આજે ભાડેરમાં અંજપાભરી શાંતિ જોવા મળે છે.
હાલમાં મૃતક પટેલ પરિવારે મરણજનાર જીવણભાઈ સોનાણીની લાશ સતત ચોથા દિવસેય નહી સંભાળતા પોલીસ પણ દિદ્ધામાં મુકાઈ ગઈ છે અને રાજકોટ જીલ્લા પોલીસ વડા અંતરીપ સુદની સુચનાથી મૃતક પરિવારને સ્પે.પોલીસ બંદોબસ્ત ફાળવેલ છે.
સતત ચોથા દિવસેય આરોપી નહી ઝડપાતા પયેલ સમાજ પણ રોશે ભોયા છે અને ગામે ગામ ખોડલધામ સમિતિ આ પ્રકારનો મેસેજ પહોંચાડતા હોવાનુ જાણવા મળેલ છે.
રવિવારે ધોરાજીમાં લેઉઆ પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે સાંજે 4 થી 6 સ્વ.જીવણભાઈ છગનભાઈ સાંગાણીની પ્રાર્થના સભા શ્રદ્ધાજલી અર્પવાનો કાર્યક્રમ રાખેલ છે.
જો પોલીસ આવતી કાલ સુધીમાં આરોપી નહી જડપે તો આવતી કાલના શ્રદ્ધાંજલી કાર્યક્રમમાં રણનીતી ઘડાશે એવી ચર્ચાએ પણ જોર પકડતા પોલીસની નજર પણ આવતી કાલે ધોરાજીમાં રહેવાની છે.
હાલમાં ધોરાજીના સીપીઆઈ કે.આર.રાવત પીએસઆઈ બાટવા સહીત સ્ટાફ અને રાજકોટ જીલ્લાની પોલીસ આરોપીને પકડવા માટે તમામ પ્રકારની કાર્યવાહી હાથ ધરેલ છે.