ધ્રાંગધ્રાના પૃથુગઢમાંથી 35.33 લાખનો વિદેશી દારૂ બિયરનો જથ્થો પકડાયો: બુટલેગરો નહિ

  • ધ્રાંગધ્રાના પૃથુગઢમાંથી 35.33 લાખનો વિદેશી દારૂ બિયરનો જથ્થો પકડાયો: બુટલેગરો નહિ
    ધ્રાંગધ્રાના પૃથુગઢમાંથી 35.33 લાખનો વિદેશી દારૂ બિયરનો જથ્થો પકડાયો: બુટલેગરો નહિ

ધ્રાંગધ્રા તા.7
ધ્રાંગધાના પૃથુગઢ ગામે વિદેશી દારુનો મોટો જથ્થો પહોચો હોવાનું અને કટીંગની કામગીરી ચાલુ હોવાની માહીતી મળતા રાજકોટ આર.આર.સેલની ટીમે ત્રાટકતા તમામ શખ્સો નાશી છુટયા હતા. પરંતુ પોલીસે ટ્રકની તલાસી લેતા લાકડાના ભુંસાના કોથળા ભૂસા નીચે છુપાયેલો દારૂ, બિયરનો 35.33 લાખનો જથ્થો સહીત એક ટ્રક, કવાલીસ, જાયલો કાર મળી કુલ રૂા 65.38 લાખનો મુદામાલ પકડી પાડયો હતો. જયારે પોલીસને જોઇ ભાગી છુટેલા પૃથુગઢ અને પીટડી ગામના ત્રણ શખ્સ તથા ત્રણેય વાહનના ચાલક મળી કુલ છ શખ્સો સામે ગુનો નોંધી છએને પકડી પાડવા કવાયત હાથ ધરી છે.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ રેન્જ પ્રોહી જુગારની બદી નાબુદ કરવા માટે ડી.એન.પટેલ, નાયબ પોલીસ મહાનિરિક્ષક રાજકોટ રેન્જ રાજકોટનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ આર.આર.સેલના પો.સ.ઇ. કૃણાલ પટેલ તથા તેમની ટીમને ખાનગી રાહે હકિકત મળેલ કે સુ.નગર જીલ્લા પથુગઢ ગામે સતવારા સમાજની વાડી પાસથે આરોપી (1) વસંતભાઇ કાનજીભાઇ વાણીયક (રે.પીપડી તા. પાટડી), હસન ઉર્ફે પતીયો અબ્દુલભાઇ કુરેશી (રે. પથુગઢ) તથા હુસેન ઉર્ફે તોલીયો અબ્દુલભાઇ કુરેશી (રે. પથુગઢ) વાળાઓ ઇંગ્લીશ દારૂનું કટીંગ કરવાના છે.
જેથી તુર્તજ હકીકત વાળી જગ્યાએ પહોચી રેઇડ કરતા તે જગ્યાએથી ટ્રક તેમજ ર (બે) ગાડીઓ મળી આવેલ કોઇ આરોપી હાજર મળી આવેલ નહી ટ્રકમાં તપાસ કરતા ઇંગ્લીશ દારુની નાની મોટી બોટલ નંગ 23172 તથા બીયર ટીન નંગ 5353 કિ.રૂા 35,32,800/- તથા ટ્રક રજી. નં. એમપી 09-એચસી 8189 કવાલીસ ગાડી નં. જીજે 1 એચસી 5353 તથા મહીન્દ્રા જાયલો ગાડી નં. જીજે 1ર બીએફ 0332 મળી કુલ રૂા 65,32,800/- નો મુદામાલ પંચનામાની વિગતે કબજે કર્યો હતો. અને આરોપીઓ વસંતભાઇ કાનજીભાઇ વાણીયા (રે. પીપડી તા.પાટડી) હસન ઉર્ફે પતીયો અબ્દુલભાઇ કુરેશી (રે. પથુગઢ) તથા હુસેન ઉર્ફે તોલીયો અબ્દુલ (કુરેશી રે. પથુગઢ), ટ્રા રજી ને એમ.પી 09 એચસી 8189 નો ચાલક, કવાલીસ ગાડી રજી નં. જીજે 1 એચસી 5353 નો ચાલક, મહીન્દ્રા જાયલો ગાડી રજી નં. જીજે 1ર બીચફ 033 નો ચાલક તથા ઇંગ્લીશ દારુ ભરી આપનાર તથા તપાસમાં ખુલે તો તમામ વિરુઘ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરાવી તમામ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.