જૂનાગઢના પૂર્વનગર સેવક ઉપર થયો સશસ્ત્ર હુમલો


જૂનાગઢ તા. 7
જૂનાગઢમાં ડેરવાણ નજીક જૂનાગઢના પૂર્વ નગરસેવક તથા અન્ય એક વ્યકિત ઉપર સશસ્ત્ર હુમલો થતાં ચકચાર મચી જવા પામી છે.જૂનાગઢ પૂર્વ નગરસેવક લખમણભાઇ પુંજાભાઇ સોલંકી પોતાની ડેરવાણ ખાતે આવેલી વાડીએથી સહેદો સાથે બે કારમાં જૂનાગઢ આવતા હતાં ત્યારે ડેરવાણ ગામના જશુભાઇ ભાટી અને જગદીશભાઇ ઉર્ફે જશુભાઇ ગંભીરભાઇ ભાઠીએ ગોવિંદભાઇ પાસે પૈસાની માંગણી કરી પૂર્વ નગર સેવક લખુભાઇ તથા ગોવિદંદભાઇને ગાળો આપી જશુભાઇ ભારીએ ગોવીંદભાઇને કુહાડી પડે હાથના કાંડામાં ઘા મારી દેતા અડધું કાડું કપાઇ ગયું હતું. જ્યારે જગદીશભાઇ ભારીએ ગોવિંદભાઇને લોખંડના ધારીયા વડે ઘા મારી તથા સાહિદોને પણ મારમારી ઇજાઓ કરી દેતા જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં પૂર્વ નગરસેવક લખમણભાઇ સોલંકી ફરીયાદ નોંધાવતા પોલીસ અને આરોપીઓ સામે ઇસકો 325, 326, 114 જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.