ભાવનગરના બોર તળાવમાં 907 ફુટ નવાનીરની આવક

  • ભાવનગરના બોર તળાવમાં 907 ફુટ નવાનીરની આવક
    ભાવનગરના બોર તળાવમાં 907 ફુટ નવાનીરની આવક

ભાવનગર તા. 7
ભાવનગર શહેરનાં બોરતળાવમાં ઉપરવાસ ગામોમાં પ ઇંચ જેટલો વરસાદ આવકનાં બોરતળાવમાં 9.7 ફુટ નવા નીરની આવક થઇ છે. બોરતળાવની સપાટી 24.7 ફુટને આંબી ગઇ છે.
ભાવનગર શહેરમાં ગૌરી શંકર સરોવર (બોરતળાવ)નાં એરિયા નાના ખોખરા, મરકડી, દેવગાણા, અગીયાળી, સમઢીયાળા, ભીમકા, શામપરા, કણકોટ, પાલડી સહિતના ગામોમાં ગઇકાલે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. અને પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં બોરતળાવમાં પાણીની જંગી આવક શરૂ થઇ હતી. બોરતળાવમાં 9.7 ફુટનાં નવા નીરની આવક થતાં બોરતળાવની સપાટી 24.7 ફુટ પહોંચી ગઇ છે. પ્રથમ વરસાદમાંજ બોરતળાવમાં પાણીની સારી આવક થતાં ભાવનગરવાસીઓમાં આનંદની લાગણી ફેલાઇ છે. ભાવનગરમાં મેયર, ડે. મેયર, વિપક્ષનેતાના સહિતના રાજકીય અગ્રણીઓ બોરતળાવ દોડી ગયા હતા.