સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી 48 કલાકમાં જ સચરાચર મેઘ મહેરનો સંકેત

  • સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી 48 કલાકમાં જ સચરાચર મેઘ મહેરનો સંકેત
    સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી 48 કલાકમાં જ સચરાચર મેઘ મહેરનો સંકેત

રાજકોટ તા.7
જુલાઈ મહિનાનું પ્રથમ સપ્તાહ પુરૂ થયુ છતા હજી પણ સૌરાષ્ટ્ર કચ્છની જનતા સાર્વત્રિક મેઘ મહેરની રાહમાં છે ત્યારે આગામી 48 કલાકમાં સચરાચર મેઘ સવારી શરૂ થવાના સંકેત વચ્ચે આજે પણ છૂટાછવાયા સ્થળે મેઘ રાજાએ ઝાપટાથી દોઢ ઈચ સુધી વરસી જતા લોકોમાં નવી આશા બંધાણી છે.
ચાલુ વર્ષ કુદરત પોતાની કળા લોકોને કળવા દેતી નથી. શિયાળામાં ઠંડી સાવ પડી જ નહીં અને ગરમીના દિવસો સતત ચાલુ રહ્યા હતા. આવા માહોલમાં મે માસના અંતિમ સપ્તાહમાં જ નૈઋત્ય ચોમાસાએ દેશમાં કેરળ રાજયમાં આગમન કર્યુ હતું.
જેથી વહેલુ ચોમાસુ શરૂ થશે તેવી આશા જાગી હતી. પરંતુ કુદરતને કાંઈક અલગ જ મંજુર હોય તેમ પહેલી પહેલી બનેલી સીસ્ટમ ગુજરાત સુધી પહોંચ્યા બાદ અન્યત્ર ફંટાઈ ગઈ હતી. બાદમાં પખવાડીયા પહેલા વધુ એક સીસ્ટમ બની હતી તે વધુ મજબુત હતી અને સમગ્ર રાજયમાં સચરાચર મેઘ મહેર વરચાવશે તેવા સંજોગો હતા પરંતુ તે સીસ્ટમ પણ નબળી પડી અને મૌસમી પવનોને પશ્ર્ચિમ બંગાળ દક્ષીણ મદ્ય ઉતર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર થઈ હતી પરંતુ સૌરાષ્ટ્ર કોરૂ ધાકોડ રહી ગયુ હતું.
બાદમાં ગયા સપ્તાહથી ચોમાસાનો સાથે કરંટ ઉત્પન્ન થતા ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરબંહદર, રાજકોટ, જુનાગઢ, ભાવનગર, જીલ્લાના ગ્રામ્ય પંથકમાં પાંચ દશ સુધી અને અમરેલી જીલ્લામાં દોઢ ઈચ સુધી મેઘરાજા વરસ્યાનું જાણવા મળ્યુ છે.
દરમિયાન હાલમાં એક બાજુ અરબી સમુદ્રમાં હવાનું હળવા દબાણ સર્જાઈ રહ્યું છે અને પશ્ર્ચીમ બંગાળની ખાડીમાં પણ સીસ્ટમ બની રહી છે સામાન્ય રીતે સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ લાવવા માટે પશ્ર્ચિમ બંગાળની સીસ્ટમ અને તેમાં પણ જુલાઈ મહિનામાં આ સિસ્ટમ વધુ વરસાદ લાવતી જોવા મળી છે તે સીસ્ટમ બની રહી છે તેથી આગામી 48 કલાકમાં આ બંને સીસ્ટમની અસર હેઠળ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં સચરાચર મેઘ મહેરના દિવસો શરૂ થવાનો સંકેત જોવા મળે છે.
રાજકોટ
રાજકોયમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત અસહ્ય ગરમી અને બફારાનું પ્રમાણ શરૂ થયું છે આ સપ્તાહના પ્રારંભના દિવસોમાં ત્રણ ઈચ વરસાદ વરસી ગયા બાદ છેલ્લા ત્રણ દિવસથી સવારના સમયે સંપૂર્ણ ઉઘાડ અને બાદમાં ચડી આવેલા સાથે ધુપછાંવનો માહોલ બની રહે છે. જેને કારણે ગરમી અને બફારાથી લોકો ત્રસ્ત જોવા મળે છે. પરંતુ વધતો બફારો લોકોને ગરમીમાં રાહત આપશે અને મેઘ વરસે તેવું લોકો અનુમાન લગાવી રહ્યા છે.
ભાવનગર
ભાવનગર જીલ્લાનાં મહુવામાં પોણો ઈંચ વરસાદ પડયો છે જયારે વલભીપુર, પાલીતાણા અને ગારીયાધારમાં છુટો છવાયો વરસાદ નોંધાયો છે.
ગોહિલવાડમાં ચાર તાલુકાઓમાં વરસાદ પડયો છે મહુવામાં 18 મીમી વલભીપુરમાં 4 મીમી પાલીતાણામાં 8 મીમી, ગારીયાધારમાં 7 મીમી વરસાદ નોંધાયો છે.
આજે ભાવનગર શહેરનું મહતમ તાપમાન 36.4 ડીગ્રી અને લઘુતમ તાપમાન 24.6 ડીગ્રી નોંધાયુ હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 75 ટકા અને પવનની ઝડપ 18 કીમી પ્રતિકલાકની રહી હતી.
દામનગર
દામનગર સહિતના ગ્રામ્યમાં સારો વરસાદ સાંજના 7-30 કલાકે શરૂ થયેલ વરસાદે સતત રાત્રે 9 સુધી એકધારો શરૂ રહ્યો દોઢ કલાક સુધી ધોધમાર વરસાદ વરસ્યો શહેરભરની મુખ્ય બજારોમાં ગોઠણડુબ પાણી ચાલ્યા કોઈ નુકશાની વગર સારો વરસાદ આવતા સર્વત્ર ખુશી જોવા મળી હતી.
સુરેન્દ્રનગરમાં સ્વામી
નારાયણ મહામંત્ર જાપ
અ્ત્યારે મેઘરાજાની આશા છે વાદળો ઝડપથી પસાર થાય છે નીચેના માણસો જોયા કરે છે વૃધ્ધો તેમના બાળકોને કહે છે જુવો વાદળીઓ પાણી ભરવા જાય છે પાણી ભરી આવીને વરસાદ વરસાવશે પણ આ બધી લોકીક વાર્તા છે હવે મેઘરાજાને મનાવવા આવતીકાલે સવારે 9થી 11 સુધી સ્વામીનારાયણ ભગવાન આપણા જીલ્લામાં મેઘ મહેર કરાવે તેવી પ્રાર્થના સાથે મહામંત્ર ધુન સ્વામી નારાયણ મંદિર ખાતે યોજાશે.
બાબરામાં આજે પર્જન્ય યજ્ઞ
બાબરા ખાતે સમસ્ત બ્રહ્મસમાજ દ્વ9રા રવીવાર તા.8/7/18 સવારથી ગાયત્રી માતા મંદિર ખાતે સૌરાષ્ટ્ર ગુજરાતમાં સારા વરસાદની કામના સાથે વરૂણદેવની કૃપા થવા માટે પર્જન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
ગાયત્રી માતા મંદિર પરીસર ખાતે 11 ભુદેવો પાણીના કુંડામાં બેસી ધાર્મીક વેદ મંત્રોચ્ચાર સાથે હોમ હવન કરવામાં આવશે.
સવારે 8 કલાકે બ્રહ્મસમાજના પ્રમુખ અને વાયોવૃધ્ધ કર્મકાંડી બ્રાહ્મણશ્રી અરવીંદભાઈ શુકલના મુખ્ય આચાર્યપદે થનારા ધાર્મીક આયોજનમાં સર્વે ધર્મપ્રેમી જનતાને જોડાવા બ્રહ્મસમાજ તથા રાજગોર બ્રાહ્મણ સમાજના રાજુભાઈ તેરૈયા દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર ગુજરાતમાં મેઘરાજા રીઝવવા માટે ધાર્મિક શાસ્ત્રોમાં સુચવવામાં આવેલ પજન્ય પથ થકી વરૂણદેવની કૃપા થવા માટે સ્થાનીક યુવક ટીમ દ્વારા સુંદર આયોજન થવા પામેલ છે.
લાઠી
અમરેલી જિલ્લામા જીલ્લામાં આજ સવારથી જ વાદળ છાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ હતુ ત્યારે સાંજના સમયે અચાનક જ વાતાવરણમા પલ્ટો આવ્યો હતો અને મેઘરાજાની સવારી લાઠી તાલુકાના દામનગર અને ગ્રામ્ય પંથકમા આવી પંહોચી હતી ત્યારે દામનગર શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય પંથક જેવાકે દહીંથરા,નવાગામ,કાચરડી,
નવાગામ,મેમદા,ધુફણીયા,વીકળીયા સહિતના વિસ્તાર તેમજ ભૂરખિયા,રામપર, તાજપર,ભીગરાડ,પ્રતાપગઢમા પવનના સુસવાટા અને કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદનું આગમન થયુ હતુ.વરસાદ પડતાં સાંજનો સમય હોવાં છતા પણ અહીંના લોકો નાહવા માટે રસ્તાઓ પર આવી ગયા હતાં વરસાદને કારણે ખેડૂતોમાં આનંદ છવાયો