ઉઠાવગીર ગેંગ આવ્યાની અફવાથી વાલીઓ સ્કુલેેથી બાળકોને લઇ ગયા

  • ઉઠાવગીર ગેંગ આવ્યાની અફવાથી વાલીઓ સ્કુલેેથી બાળકોને લઇ ગયા
    ઉઠાવગીર ગેંગ આવ્યાની અફવાથી વાલીઓ સ્કુલેેથી બાળકોને લઇ ગયા

ઉના તા.7
ઉનાના સૈયદ રાજપરા ગામે બાળક ઉઠાવી જતી ગેંગની અફવાએ વાલીઓને દોડતા કર્યા હતા અને
ચાલુ શાળાએ વાલીઓ શાળામાં ધુસીને પોતાના બાળકોને ધરે લઇ ગયા હતા.
ઉના તાલુકાના સૈયદરાજપરા ગામે કોઇએ ફેલાવી હતી કે રાજપરા ગામમાં બાળકો ઉઠાવી જતી ટોળકી આવી છે. ખરેખર આવી કોઇ બાબત સત્ય હતીજ નહી તેમ છતાં ગામના વાલીઓ સરકારી પ્રા.શાળાઓમાં મોટી સંખ્યામાં હડીયા પાટી કરી દોડતા આવી ચાલુ શિક્ષણ દરમિયાન આચાર્ય કે શિક્ષકોને સમજે કે પુછે તે પહેલા પોતાના સંતાનોને લઇ સૈવ સૈવ પોતાના ધરે લઇ ચાલતી પકડી હતી. અને થોડીજ મિનીટોમાં શાળા છાત્રોઓથી ખાલીખમ થઇ ગઇ હતી. આમ માત્ર ખોટી અફવાઓના કારણે વિદ્યાર્થીઓનો અભ્યી ખરાબ થઇ જતાં શિક્ષકો પણ મુંજવણમાં મુકાયા હતા. ખરેખર ઉના તાલુકામાં આવા બાળકો ઉઠાવી જવાના એકપણ કેઇસ જોવા મળતા નથી કે આવી બાળકો ઉઠાવી જતી ગેંગોનો કોઇજ રોલ જોવા મળતો ન હોવા છતાં માત્ર ખોટી અફવાઓના કારણે લોકો પરેશાન બની રહ્યા છે. અને તંત્રને પણ પરેશાનીમાં મુકી દેતા હોય આ બાબતે વાલીઓ જાગૃત બની ખોટી અફવાઓ પર ધ્યાન ન દેઇ અને તંત્રને સહકાર આપી પોલીસ તંત્રના સંપર્કમાં રહે તેવી જાગૃતી કેળવી જોઇએ. અને કાયદો હાથમાં લીધા વગર સત્યવાતને જાણછને પોતાના સંતાનોના શિક્ષણની ચિંતા કરે તેવી લોક લાગણી ઉઠી છે.