ગાંધીધામમાં એપલ મોબાઈલની ડુપ્લીકેટ એસેસરીઝ ઝડપાઈ

ગાંધીધામ, તા. 7
શહેરમાં આવેલ ઈલેકટ્રોનીક દુકાનોમાં એપલ કંપનીના અમદાવાદના કર્મચારીઓને છાપા મારી 3,64,500 ની ડુપ્લીકેટ એસેસરીયા સાથે બે વેપારીઓને ઝડપી લીધા હતાં.
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ મનીષભાઈ ગણપતભાઈ પટેલ (રહે.અમદાવાદ)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે એપલ કંપનીની ડુપ્લીકેટ એસેસરીનું વેચાણ થતુ હોવાની કંહપનીને મળેલ બાતમીના આધારે રાત્રીના સાડા નવ વાગ્યે ડીબીઝેડ-એન 116 વિસ્તારમાં હરીશચંદ્ર ટ્રાન્સપોર્ટની બાજુમાં આવેલ યુનિક સેલ્સ નામની દકિનમાં છાપો મારી દુકાનદાર રાજેશભાઈ નવીનતભાઈ ગોસાણી રહે.ગુરૂકુળ વિસ્તાર ગાંધીધામની દુકાનમાંથી રૂા.2,24,500 ની એપલ કંપની ડુપ્લીકેટ એસેસરી પકડી પાડી હતી.જયારે ગણેશ બિલ્ડીંગ જુના પોસ્ટ ઓફિસ પાસે આવેલ ઈન્દ્રપ્રસ્થ ઈલેકટ્રોનીકની દુકાનમાં છાપો મારી રૂા.1.40 લાખનો ડુપ્લીકેટ માલ આવતા બંન્ને સામે ગાંધીધામ એ ડીવી, પોલીસમાં કોપીરાઈટનો ગુન્હાઓ નોંધી પીએસઆઈ એચ.વી.ગેલાએ તપાસ હાથ ધરેલાનું પીએસઓ સી.ડી.મહેશ્ર્વરીએ જણાવ્યુ હતું.ઈલેકટ્રોનીક દુકાનમાંથી ડુપ્લીકેટ એસેસરી મળતા અને બે વેપારીઓની ધરપકડ કરાતા અન્ય દુકાનદાર વેપારીઓમાં ફફડાટ મચી જવા પામી હતી.