ભાવનગરના વરતેજ ગામે છાત્ર સન્માન સમારોહ યોજાયો

 ભાવનગર તાલુકાના વરતેજ ગામના ધો.1થી 10 ધોરણમાં અભ્યાસ કરતા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓની શુભેચ્છા સત્કાર સમારંભ ભાવનગર જીલ્લા કારડીયા રાજપૂત સમાજના અગ્રણીઓની હાજરીમાં રાખવામાં આવેલ  તેમજ સમાજના તમામ વિદ્યાર્થીઓને અભ્યાસ માટેની જરૂરી કિટસ વિતરણ કરવામાં આવેલ. શિક્ષીત સમાજ રચનાના ભાગરૂપે જ્ઞાન ભવનની સ્થાપના કરવામાં આવેલ. તેમાં હાઈ ટેકનોલોજી ઈન્ટરનેટ અને કોમ્પ્યુટર તેમજ પ્રસિધ્ધ લેખકોની ઉતમ માહિતીસભર પુસ્તકો- યુવાનોના લાભાર્થે રાખવામાં આવેલ છે.