ઉનામાં મેઘરાજાને રીઝવવા વેપારીઓ દ્વારા ઘ્વજા રોહણ

  • ઉનામાં મેઘરાજાને રીઝવવા વેપારીઓ દ્વારા ઘ્વજા રોહણ
    ઉનામાં મેઘરાજાને રીઝવવા વેપારીઓ દ્વારા ઘ્વજા રોહણ

ઉનામાં મેઘરાજાને રીઝવવા વેપારીઓ દ્વારા ઘ્વજા રોહણ
હિન્દુ મુસ્લીમ વેપારીઓએ ઘ્વજા રોહણ રામધૂન તેમજ દરગાહમાં ચાદર ચડાવી
ઉના તા.7
ઉના શહેરનાં તમામ વેપારીઓ દ્વારા વિવિધ મંદિરોએ, દરગાહે પદયાત્રા કરી. ધજા ચડાવી ચાદર ચડાવી મેઘરાજાને મનાવવા પ્રાર્થના કરવામાં આવી હતી.
ઉના શહેરમાં તથા તાલુકામાં મેઘરાજા મને મુકીને વરસતા નથી. ખેડુતો કે વેપારીઓ ચિંતામાં મુકાયો છે. ત્યારે શહેરનાં તમામ વેપારીઓ બપોર બાદ કામ ધંધા બંધ રાખી પોસ્ટ ઓફીસ ચોકમાં ભેગા થઇ ચેમ્બર પ્રમુખ પરષોતમભાઇ ઠુમર તથા હિન્દુ-મુસ્લીમ સમાજના તમામ વેપારીઓ રામધુન બોલાવી પ્રથમ રામમંદિરો, સ્વામીનારાયણ મંદિરેુ સુર્યમુખી હનુમાન મંદિરુ શનેશ્ર્વર મંદિરુ મોટા હનુમાનજી મંદિરે જઇ ધજા ચડાવી રામધુન કરી હતી. તેમજ ઉનાનાં હઝરતશાહ બાબાની દરગાહે જઇ ચાદર ચડાવી દુઆ માંગી હતી.