કેશોદમાં દારૂનું વેચાણ બંધ કરાવવા યુથ કોંગ્રેસની માંગ


વેચાણ બંધ નહી થાય તો જનતા રેડ પાડવાની ચીમકી
કેશોદ તા.7
કેશોદ શહેર તાલુકાભરમાં દેશી વિદેશી દારુનું વેચાણ થઇ રહ્યું છે. જે બાબતે કેશોદ તાલુકાભરની જનતા જાણ જ છે ત્યારે દારુના ધંધાર્થીઓ ફુલીફાલી રહ્યા છે. ત્યારે આવા ગેરકાનુની ધંધા કરનારને તાત્કાલીક ડામવા જરુરી હોય ત્યારે દારુ વેચનારા લોકોથી ત્રાહીમામ પોકારી ઉઠી છે. કેશોદ યુથ કોંગ્રેસ પ્રમુખ અવિનાશ પરમાર યુથ કોંગ્રેસ શહેર પ્રમુખ રાહુલ યુથ કોંગ્રેસ શહેર ઉ5પ્રમુખ વિવેક મહેતા યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ કિનલ કુંભાણી તથા કેશોદ તાલુકાભરમાં દેશી દારુનું વેચાણ થઇ રહ્યું છે. તે બંધ કરાવવા મૌખિક રજુઆત કરી હતી રજુઆતમાં જણાવ્યું હતું કે જો ટુંક સમયમાં દારુના વેચાણ બંધ કરાવવામાં નહી આવે તો યુથ કોંગ્રેસના હોદેદારો સાથે રહી જનતા રેડ કરાવવામાં આવશે તેવું પણ જણાવેલ હતું.