વંથલીના બરવાળા ગામે પગ લપસતા સગર્ભાનું મોત

જૂનાગઢ તા. 7
વંથલી બરવાળા ગામે ગર્ભવતી પરિણીતાનો પગ લપસતા કરૂણ મોત નીપજવા પામ્યું છે. આ બનાવથી મેર પરિવાર આપધાતમાં સસરી પડયો છે. જ્યારે ગર્ભવતી મહીલાના કમોત અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.વંથલીના બરવાળા ગામે રહેતાં રાજુ વેલાભાઇ મેરની પત્ની વનીતાબેન (ઉ.વ. 24) ભેંસોને પાણી પીવડાવવા જતાં પગ લપસતા પડી ગયા હતા અને ગર્ભવતી મહીલાની મીસ ડીલવરીની હાલત ગંભીર જણાતા તેને જૂનાગઢ ખાતે સારવાર માટે લાવવામાં આવેલ જ્યાં સારવાર દરમ્યાન વનીતાબેનનું કરૂણ મૃત્યું થયું હતું.આ બનાવની મેર પરીવાર આધાતમાં સરી પડયો છે. પોલીસે પરિણીતાના કમોત અંગે ધોરણસરની કર્યા હાથ ધરી છે.