જૂનાગઢમાં ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરનાર યુવાન ઉપર પાઇપથી હુમલો

જુનાગઢ તા.7
જુનાગઢના એક યુવાને સીનેપ્લેક્ષમાં ટીકીટનાં તથા ઠંડાપીછણાના લેવાતા વધુ રુપિયા અંગે તંત્રમાં કરેલ અરજીનું મનદુ:ખ રાખી 4 શખ્સોએ હુમલો કરી મુંઢમાર મારતા યુવાનને દવાખાનામાં સારવાર લેવી પડી હતી. આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ શહેરના સરદાર નગર સોસાયટી બ્હાઉદીન કોલેજ રોડ પર રહેતા જયકુમાર નવિનભાઇ ગઢીયાએ અગાઉ સુરજ સીનેપ્લેક્ષમાં પીકચર જોવા ગયેલ ત્યારે સીનેમાની ટીકીટના તથા ઠંડાપીણાના પૈસા વધારે લીધેલ હોય જેથી આ યુવાને ગ્રાહક સુરક્ષા દ્વારા અરજી કરેલ હોય અને આજે નાયબ મામલતદાર તથા તોલ માપ ઈધકારી સીનેમા ખાતે તપાસમાં ગયેલ હોય જેથી તે બાબતના મનદુ:ખના કારણે જયકુમાર ગઢીયા ઉપર વીકી ફળદુ, સીનેમાની ટીકીટ કાપનારો, કેન્ટીનવાળો બાદશાહ તથા બીજો એક અજાણયો શખ્સે પ્લાસ્ટીકના પાઇપથી મુંઢમાર મારતાં આ અંગીની સીડીવીઝનમાં ફરીયાદ નોંધાવા પામી હતી.