જામનગર સરકારી હોસ્પિટલમાં આડેધડ પાર્કિંગથી દર્દી પરેશાન

  • જામનગર સરકારી હોસ્પિટલમાં આડેધડ પાર્કિંગથી દર્દી પરેશાન
    જામનગર સરકારી હોસ્પિટલમાં આડેધડ પાર્કિંગથી દર્દી પરેશાન

જામનગર સરકારી હોસ્પિટલમાં આડેધડ પાર્કિંગથી દર્દી પરેશાન
મુખ્ય દરવાજાને વાહન ચાલકો માટે બંધ કરી દેવાયો
જામનગર તા.7
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં આડેધડ થતા વાહન પાર્કિંગની સમસ્યાને દૂર કરવા કડકપગલા લેવાનું શરૂ કરવાવા બાબતે આજે હોસ્પીટલનો મુખ્ય દરવાજો વાહન ચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. જામનગરની જીજી હોસ્પિટલમાં દરરોજ હજારો દર્દીઓ પોતાનાં સગા સબંધીઓ સાથે સારવાર માટે આવતા રહે છે. અને આડેધડ વાહનો પાર્કિંગ કરતા હોવાથી અન્ય વાહન ચાલકોને મુશ્કેલ નડે તો ઘણી વખત ગંભીર હાલતમાં વાહનમાં આવતા દર્દીને પણ પારાવાર મુશ્કેલી નડે છે.
આ સમસ્યાનાં ઉકેલ માટે ઉપરી અધિકારી દ્વારા સુચના મળતા જ હોસ્પટલનાં સતાધીશો હરકતમાં આવ્યા હતા.
અને આજે સવારથી હોસ્પિટલનો મુખ્ય દરવાજો બંધ કરી આવ્યો હતો. જયારે એન્ટ્રી માટે મેડીકલ કોલેજ વાળો દરવાજો અને એકઝીટ માટે હોસ્પિટલની પોલીસચોકી વાળો દરવાજાનો વાહન ચાલકોએ ઉપયોગ કરવાની સુચનાઓ આપવામાં આવી હતી અને તમામ દરવાજા ઉપર સીકયોરીટી સ્ટાફ ખડકી દેવામાં આવ્યો હતો. તેમજ કામકાજ વગર હોસ્પિટલમાં આવતા વાહન ચાલકોને બહાર જ રોકી દેવાની સુચના આપવામાં આવી રહી છે.
ઉપરાંત તમામ વાહનોને વયવસ્થિત પાર્કિંગ વિસ્તારમાંજ પાર્ક કરાવવામાં આવી રહ્યા છે.