ગઢડા (સ્વામીના)માં રથયાત્રા સંદર્ભે શાંતિ સમિતિની બેઠક

ગઢડા (સ્વામીના)માં રથયાત્રા સંદર્ભે શાંતિ સમિતિની બેઠક
ઈરીગેશન કચેરીમાં નિવૃતિ સમારંભ યોજાયો
ગઢડાસ્વામીના તા.7
ગઢડા સ્વામીના મુકામે શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા આયોજીત આગામી 25મી રથયાત્રાના આયોજન અનુસંધાને પોલિસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ અગ્રણીઓ અને રથયાત્રા સમિતિ તેમજ પોલીસ અધિકારીની મીટીંગ યોજવામાં આવી હતી.
આ મિટીંગમાં રથયાત્રટાના રૂટની સમીક્ષા કરી જરૂરી કાર્યવાહી માટે સૂચનાઓ આપવામાં આવી હતી. આ મિટીંગમાં બોટાદ એલસીબી પીઆઈ ગૌસ્વામી, ગઢડા પીએસઆઈ વી.ડી. ઘોરડા તથા પોલીસ સ્ટાફ, રથયાત્રા સમિતિ પ્રમુખ ચંદ્રકાંત લાઠીગરા તથા હોદેદારો અને સમિતિના સભ્યો તેમજ અગ્રણીઓ નગરપાલિકા પ્રમુખ મુકેશ હિહોરીયા તતા કનુભાઈ જેબલીયા, સંજયભાઈ ઠાકર, ઈરફાન ખીમાણી, અશરફ લાખાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
નિવૃતિ વિદાયમાન
ગઢડા સ્વામીના મુકામે ઈરીગેશન કચેરીમાં જળ સિંચાઈ પેટા વિભાગ 1માં ગાર્ડ તરીકે ફરજ બજાવતા વલકુભાઈ પટગીર વય મર્યાદાના કારણે નિવૃત થતા ઓફીસ સ્ટાફ દ્વારા નિવૃતિ વિદાયમાન પ્રસંગે કર્ચરીઓ પરમારભાઈ તથા સ્ટાફ દ્વારા તેમની કાર્યશીલતાને બિરદાવી સાકર પડો આપી નિરામય નિવૃત જીવન માટે શુભેચ્છા પાઠવી વિદાયમાન આપ્યુ હતું.