ધારાસભ્ય રીબડીયાની રજુઆતના પગલે બીલખામાં મુકાતો વધારાનો પોલીસ સ્ટાફ

વિસાવદર તા.7
જુનાગઢ જિલ્લા/તાલુકાના બીલખામાં તા.30/6/2018નાં રોજ નિર્દોષ વેપારી યુવાનની ખંહણીના પ્રશ્ર્ને અસામાજીક તત્વ દ્વારા લોખંડનો પાઈપ મારીને હત્યા નીપજાવવામાં આવેલ ત્યારથી જ બીલખાનાં વેપારીઓ તેમજ લોકોમાં ફફડાટ ફેલાઈ ગયેલ વેપારીઓ અને અમુક લોકો બીલખામાંથી હીજરત કરીને બીજે સ્થળાંતર કરવાની તૈયારીમાં હતા ત્યારે વિસાવદરના ધારાસભ્ય અને જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ રીબડીયાએ બીલખામાં કથળેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને લઈ જીલ્લા મેજીસ્ટ્રેટ જુનાગઢ અને રાજયના પોલીસ મહાનિર્દેશકને આવેદનપત્ર આપીને ટેલીફોનીક વાતચીત કરીને બીલખાની સ્થિતિ વિશે ગંભીરતાથી ધ્યાન દોરેલ જેનાં પગલે બીલખામાં તાત્કાલીક બે પીએસઆઈ વી.યુ. સોલંકી, અને કે.બી. લાલકાની નિમણુંક કરેલ. તા.2/7/2018ના રોજ આવેદનપત્ર આપતી વખતે વિસાવદરના જાગૃત ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાએ જણાવેલ હતું કે જે બીલખામાં દિવસ 10માં કડક પોલીસ અધિકારી નહીં મુકવામાં આવે તો બીલખામાંથી વેપારીઓ અને અનેક લોકો સ્થળાંતર કરીને બીજે સેટ થવાથી તૈયારીઓ કરી રહ્યા છે. તેવું બીલખામાં લુખ્ખાગીરી અને અસામાજીક તત્વોને ડામવા કરી બે પીએસઆઈની નીમણુંક વધુમાં રીબડીયાએ જણાવેલ કે, બીલખામાં બનતી આવી ઘટનાઓનું ફરીવાર પુનરાવર્તન ન થાય તેની તકેદારી રાખવા પોલીસે કોઈપણ ચમ્મરબંધીની શેહ શરમ રાખયા વગર નિષ્પક્ષ ફરજ બજાવવી જોઈએ. તો જ બીલખામાં કથળેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કંટ્રોલ કરી શકાશે.