સુરેન્દ્રનગર પંથકમાં લગ્નની લાલચે પૈસા ખંખેરતા બંટી-બબલી ઝડપાયા

ઝિંઝુવાડા ગામે પ્રૌઢને લગ્નની લાલચ આપી દોઢ લાખ પડાવવા જતા પોલિસના હાથે ચઢયા
વઢવાણા, તા. 7
સુરેન્દ્રનગર તાલુકાના ખારાગોઢા વિસ્તારમાં વિંઝુવાડા અને મોડલ ગામમાં બે પુરૂષને પરણવાની લાલચ આપી પૈસા ખંખેરતા બબલીની પોલિસે ધરપકડ કરી હતી.
મહારાષ્ટ્રના ઔરાગાબાદથી ડુપ્લીકેટ આધાર કાર્ડ લઈ ભાઈ બની બની પોતાની બહેનનો માંડલીયા દોઢ લાખમાં સોદો કર્યા બાદ બીજી મહિલાનો ખારાઘોડામાં રૂા.50 હજારમા સોદો કરવા જતા 3 મહિલા અને બે શખ્સને પાટડી પોલીસે પકડી પાડેલ છે.
મુળ મહારાષ્ટ્રના ઔરગાબાદથી આવેલ અભય કાશીરામ તાપડે અને વિશાલ બબન જમ ઘડે પોતાની સાથે લાવેલી પ્રિયકા વિશાળ શર્મા નામની 23 વરસની યુવતીના લગ્ન માંડલ તાલુકાના વિઝુવાડા ગામના 45 વર્ષીય આઘેડ કનુભાઈ રણછોડભાઈ મકવાણા સાથે પાટડીના મહેબુબભાઈ મુસલમાન નામના દલાલને વચ્ચે રાખી દોઢ લાખમાં સોદો કર્યો હતો દસાડામાં ફુલહાર કરી પતિ-પત્ની બતાવેલ અને અભય અને વિશાલ પાટડી આવ્યા હતા તેમા ખારાથોડા સ્ટેશનના ગૌરીબેન કરમશી ઠાકોરના પુત્ર સાથે એક દિકરીના લગ્ન કરાવવા 50 હજારમાં સોદો થયો હતો બાબતની પાટડી પોલીસને જાણ થતા પોલીસ સ્ટાફે વર્ણીન્દ્રધામ પાસેથી અભય અને વિશાલને દબોચી દીધા આ બંન્ને શખ્સો પાસેથી 95 હજાર રોકડા તેમજ મોબાઈલ લગ્નું નોંધણ કરાર, ડુપ્લીકેટ આધારકાર્ડ ચાર કંપનીના સીમ કાર્ડ મળી રૂા.1 લાખનો મુદામાલ જપ્ત કરેલ હતો.