જૂનાગઢની કાર્મેલ કોન્વેન્ટ સ્કુલ સંચાલકોની લુખ્ખી દાદાગીરી

  • જૂનાગઢની કાર્મેલ કોન્વેન્ટ સ્કુલ સંચાલકોની લુખ્ખી દાદાગીરી
    જૂનાગઢની કાર્મેલ કોન્વેન્ટ સ્કુલ સંચાલકોની લુખ્ખી દાદાગીરી

જૂનાગઢની કાર્મેલ કોન્વેન્ટ સ્કુલ સંચાલકોની લુખ્ખી દાદાગીરી
ફી મોડી ભરતા વિદ્યાર્થીનીનાં ચોટલામાં કાતર મુકતા ચકચાર
જુનાગઢ તા.7
જુનાગઢની કાર્મેલ કોન્વેસ્ટ સ્કુલની એક વિદ્યાર્થીનીની સ્કુલમાં ફી મોડી ભરવાના મુદે ચોટલામાં કાતર મુકવામાં આવી હોવાના બનાવે હોબાળો મચાવી દીધો છે અને આ મુદો શિક્ષણાધિકારી સુધી પહોંચવા પામ્યો છે.
જુનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ કાર્મેલ કોન્વેન્ટ સ્કુલમાં અભ્યાસ કરતી મહંમદીબાનુ જાવીદભાઈ થઈમના વાલીઓ દ્વારા કોઈ કારણોસર ફી મોડી થતા આ શાળાના પ્રિન્સીપાલ ચાંદીકા સીસ્ટરે વિદ્યાર્થીનોને બોલાવેલ ત્યારે કાર્મેલ કોન્વેન્ટ સ્કુલની પ્રિન્સીપાલ ચાંદીકા સિસ્ટરે આ વિદ્યાર્થીના વાળના ચોટલામાં ગુસ્સામાં આવી જઈ કાતર મુકી દઈ કાતર વડે વાળ કાપી નાખ્યા હતા.
આ ઘટના બાદ વિદ્યાર્થીની આખો દિવસ શાળાએ રડી હતી. અને બાદમાં વાલીને કાર્મેલ કોન્વેન્ટ સ્કુલના પ્રિન્સીપાલના આ કારસ્તાનની જાણ કરતા વાલીએ જીલ્લા શિક્ષણાધિકારીને આ ઘટના અંગે ફરીયાદ કરી હતી. જો કે જાણવા મળ્યા પ્રમાણે આ કારસ્તાન કરી ચોટલો કાપનાર ચંદ્રીકા સીસ્ટર શાળા છોડી રજા ઉપર ઉતરી પલાયન થઈ જવા પામેલ છે. વારંવાર વિવાદોમાં આવતી કાર્મેલ કોન્વેન્ટ સ્કુલમાં વિદ્યાર્થીનીનો ફી મુદે ચોટલો કાપવાના બનાવથી વાલીઓમાં પણ રોષ ભભૂકયો છે. ત્યારે જીલ્લા શિક્ષણાધિકારી આ બાબતે શું પગલા ભરાય છે તેની રાહ જોવાઈ રહી છે. બાકી આંદોલન થશે તેવું જાણવા મળેલ છે.