અમરેલીના નાના આંકડીયા ગામે ગૌશાળા હટાવાતા મહિલાઓનો વિરોધ

  • અમરેલીના નાના આંકડીયા ગામે ગૌશાળા હટાવાતા મહિલાઓનો વિરોધ
    અમરેલીના નાના આંકડીયા ગામે ગૌશાળા હટાવાતા મહિલાઓનો વિરોધ

અમરેલીના નાના આંકડીયા ગામે ગૌશાળા હટાવાતા મહિલાઓનો વિરોધ
18 મહિલાઓની અટકાયત : કલેકટરને રજૂઆત માટે દોડી
અમરેલી તા.7
અમરેલીનું સરકારી વહિવટી તંત્ર શહેરમાં 12-12 હેકટર ગૌચર ઉપર ગૌશાળાનાં નામે કરેલ દબાણ હટાવવામાં લાજ કાઢી રહેલ છે. જયારે અમરેલીનાં નાના આંકડીયા ગામે મહિલા મંડળ દ્વારા બનાવવામાં આવેલ કામધેનુ ગૌશાળા હટાવવાં તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરાતા મહિલાઓ રણચંડી બની વિરોધી કરતાં 18 મહિલાઓની અટકાયત કરવામાં આવતાં ગામની મહિલાઓ સહિત બે ટ્રેકટરભરી કલેકટરને રજુઆત કરવા જતાં મીટીંગમાં વ્યસ્ત કલેકટરની મુલાકાત થઇ શકેલ ન હતી.
પ્રાણ્ત વિગત મુજબ અમરેલીનાં અકકરગઢ રોડ ઉપર 12 હેકટર જેટલી વિશાળ ગૌચર જમીન ઉપર ગૌશાળાનાં નામે થયેલ દબાણ હટાવવા સરકારી તંત્ર એકવાર નોટીસ આથી દીધા બાદ દોઢ વર્ષ બાદ પણ આટલું મોટુ દબાણ હટાવવા લાજ કાઢી રહેલ છે. ત્યારે અમરેલી નજીક આવેલ નાનાં આંકડીયા ગામે મહિલા મંડળ દ્વારા કામધેનું ગૌશાળા બનાવવા આવેલ છે. જેમાં 70 જેટલી ગાયોનું ભરણ પોષણ કરવામાં આવી રહેલ છે. સરકારી વહિવટી તંત્ર દ્વારા આ દબાણ હટાવવા માટે 15 દિવસની નોટીસ મહેનત આપવામાં આવ્યા બાદ દબાણ હટાવવામાં ન આવતાં આજે વહિવટી તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવા જતાં 18 જેટલી મહિલાઓએ ભારે વિરોધ કરતાં તમામ મહિલાની પોલીસ દ્વારા અટકાયત કરી પોલીસ હેડ કવાર્ટરે લઇ જવામાં આપતાં ગામની અન્ય મહિલાઓ અને પુરૂષો બે ટ્રેકટર ભરી કલેકટર કચેરીઓ ધસી ગયેલ હતા. પરંતુ કલેકટર મીટીંગમાં હોવાથી મળી શકેલ ન હતા. પરંતુ પોલીસે અટક કરેલી મહિલાઓને છોડી મુકી આગામી ત્રણ દિવસમાં ગૌશાળાનું દબાણ હટાવી લેવા તાકીદ કરવામાં આવી હતી.