મોરબી માંથી પ્લાસ્ટીકના 4 હજાર પાઉચનો જથ્થો જપ્ત પાલિકાની ટીમે પાંચ હજારનો દંડ ફટકાર્યો


મોરબી તા. 7
મોરબી નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકના પાઉંચ પર પ્રતિબંધ લાદી દિધો છે. ત્યારે કાયદાનું ઉલ્લંઘન કરીને પ્લાસ્ટિકના પાઉંચનું વેચાણ, હેરફેર કે સંગ્રહ કરનારા સામે દંડનિય કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજ રોજ પાલિકાની ટીમે વજેપરથી રાજા મીનરલ્સનો 4 હજાર પાણીના પાઉંચનો જથ્થો પકડી પાડ્યો હતો નગરપાલિકા દ્વારા 4 હજાર પાણીના પાઉંચનો જથ્થો જપ્ત કરી રાજા મિનરલ્સને રૂ. 5 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ઉપરાંત જો હવે પાણીના પાઉંચ સાથે પકડાશે તો રૂ. 1 લાખનો દંડ ફટકારવામાં આવશે તેવી નોટિસ પણ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જ્યારથી પાણીના પાઉચ અને પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો ત્યારથી લઈને અત્યંત સુધીમા મોરબી પાલિકાએ 500 કિલો જેટલો પ્રતિબંધીત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો છે.
રૂ. 40 હજાર જેટલો દંડ વસુલ્યો છે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાએ જણાવ્યુ કે પાલિકાએ મુકેલા પ્લાસ્ટીક પ્રતિબંધની ચુસ્ત અમલવારી કરાવવા માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
ઉપરાંત પાલિકા દ્વારા પ્લાસ્ટિકને માપવા માટે એક મશીન પણ વસાવવામાં આવ્યું છે. આ મશીન પ્લાસ્ટિક કેટલા માઇક્રોનનું છે. તે માપી આપે છે. આગામી દિવસોમાં મોરબી પાલિકા દ્વારા આ પ્રકારના પાંચ મશીન વસાવવામાં આવશે.