ઉનામાં સરકારી પ્લોટમાં પેશકદમી કરી બાંધકામ કરાતું હોવાની રજુઆત

80 ફુટ રોડનાં કોમ્પલેક્ષમાં નિયમોનો કરાતો ઉલાળીયો
ઉના તા.7
ઉનામાં ગીરગઢડા રોડ ઉપર આવેલ 80 ફુટના રોડ ઉપર બંધાતા કોમ્પ્લેક્ષમાં નિયમને ઉલાળીયો કરી સરકારી પ્લોટમાં પેસકદમી કરી બાંધકામ કરાયું હોય તપાસ કરી પગલા લેવા પ્રાંત કચેરીએ રજુઆત કરાઇ હતી.
આર.ટી.આઇ.એકટીવિસ્ટ એસોસીએશનમાં પ્રદેશ પ્રમુખ ભીખુભાઇ બાટાવાલાએ ઉનામાં પ્રાંત અધિકારી તથા જીલ્લા કલેકટર ગીર સોમનાથને લેખીતમાં રજુઆત કરી છે. ઉના શહેરમાં ગીરગઢડા સર્વે નં.74 ના સબપ્લોટ નં.4 અને 5 માં બધાતું સાંઇ કોમ્પ્લેક્ષ નામનાં બિલ્ડીંગમાં ગેરરીતી થતી હય સરકારની નીતી નિયમનો ઉલાળીયો કરી રહ્યા છે. બાંધકામની મંજુરી તથા જપ્ત કરવા રજુ કર્યા છે. તે મુજબ કરાતુ સાર્વજનીક પ્લોટથી અમુક જગ્યા બાંધકામમાં દબાવેલ હોય, ત્યાં સોસાયટી રીર્ઝવ પ્લોટમાં થતા આગોતર કામ કરાયું હોય તટસ્થ તપાસ કરી, ગેર કાયદેસર બાંધકામ દુર કરી લેવા માંગણી કરી છે.