રાષ્ટ્રપતિ ટ્રમ્પનો વિરોધ કરવા મહિલા ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી’ પર ચઢી ગઈ

  • રાષ્ટ્રપતિ ટ્રમ્પનો વિરોધ કરવા મહિલા ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી’ પર ચઢી ગઈ
    રાષ્ટ્રપતિ ટ્રમ્પનો વિરોધ કરવા મહિલા ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી’ પર ચઢી ગઈ

અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ‘ઝીરો ટોલરંસ’ની નીતિનો વિરોધ કરવા એક મહિલા સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી પર ચઢી ગઈ. ટ્રમ્પની ‘ઝીરો ટોલરંસ’ નીતિ અંતર્ગત મેક્સિકો સરહદ પર મા-બાપને બાળકોથી અલગ કરવામાં આવી 
રહ્યા છે. 
એક રિપોર્ટ પ્રમાણે, બુધવારે ટ્રંપની નીતિના વિરોધમાં સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી પર ચઢેલી મહિલા સાથે પ્રશાસને વાત કરવાનો પ્રયાસ કર્યો. મહિલાનું નામ પૈટ્રિસિયા ઓકોઉમૂ છે.
મહિલાને નીચે ઉતરવા માટે કહેવાતાં તેણે ના પાડી દીધી. મહિલા લગભગ ૩ કલાક સુધી ત્યાં બેસી રહી. ન્યૂયોર્કના પોલીસ વિભાગના સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે, પૈટ્રિસિયા ટ્રંપની નીતિઓનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓના સમૂહમાંથી હતી. પૈટ્રિસિયાએ જીદ પકડી હતી કે, જ્યાં સુધી બધા બાળકોને ડિટેન્શન સેંટરમાંથી મુક્ત કરવામાં નહિ આવે ત્યાં સુધી તે નીચે નહિ ઉતરે. પોલીસ અધિકારી બ્રાયન ગ્લેકેને બુધવારે સાંજે જણાવ્યું કે, ન્યૂયોર્ક પોલીસ વિભાગના ૧૬ પોલીસ અધિકારીઓએ મળીને મહિલાને નીચે ઉતારવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
બુધવારે એટલે કે ૪ જુલાઈએ અમેરિકાનો સ્વતંત્રતા દિવસ હતો. આ વર્ષનો સૌથી વ્યસ્ત દિવસ હોય છે. આ દિવસે અહીં લગભગ ૨૨ હજારથી વધારે પર્યટક આવે છે.