જામનગરમાં આજે આવાસ અને ઓવરબ્રીજનું લોકાર્પણ

  • જામનગરમાં આજે આવાસ અને ઓવરબ્રીજનું લોકાર્પણ
    જામનગરમાં આજે આવાસ અને ઓવરબ્રીજનું લોકાર્પણ

જામનગરમાં આજે આવાસ અને ઓવરબ્રીજનું લોકાર્પણ
મંત્રી આર.સી.ફળદુ અને સૌરભ પટેલની ઉ5સ્થિતિ
જામનગર તા.7
જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા સરકારના આર્થિક સહયોગથી નિર્માણ કરવામાં આવેલા 876 મકાનો તેમજ રેલવે ફાટક ઉપર તૈયાર કરાયેલા ઓવર બ્રીજનું આવતીકાલ તા. 8-7 ના રોજ લોકાપર્ણ કરવામાં આવનાર છે.
જામનગરમાં લાલવાડી, પોલીસ હેડ કવાર્ટસ અને શરુ સેકશન માર્ગે એમ ત્રણ સ્થળોએ કુલ 876 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બેડેશ્ર્વર રેલવે ફાટક ઉપર ઓવરબ્રીજ બનાવવામાં આવ્યો છે.
આ તમામ વિકાસ કામોનું લોકાર્પણ તા.8 અને રવિવારે સવારે 10 વાગ્યે રાજયના મંત્રી આર.સી.ફળદુ અને સૌરભ પટેલના હસ્તે કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં સાંસદ પુનમબેન માડમ, મેયર હસમુખ જેઠવા, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, મ્યુનિ. કમિશનર આર.બી.બારડ સહીતનાઓ ઉ5સ્થિત રહેશે.