વેરાવળમાં ભીડિયા સમસ્ત ખારવા સમાજનો સમુહ લગ્નોત્સવ સંપન્ન

  • વેરાવળમાં ભીડિયા સમસ્ત ખારવા સમાજનો સમુહ લગ્નોત્સવ સંપન્ન
    વેરાવળમાં ભીડિયા સમસ્ત ખારવા સમાજનો સમુહ લગ્નોત્સવ સંપન્ન

વેરાવળ તા.7
ભીડીયા સમસ્ત ખારવા સમાજના પટેલ રતિલાલભાઇ સાકરભાઇ ગોહેલ, બોટ એસો.ના પ્રમુખ ગણેશભાઇ પુંજાભાઇ દરી સહીતના દ્વારા 17 માં સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું. આ સમુહ લગ્નોત્સવમાં ભીડીયા, ઘામળેજ, માંઢવાડ, વણાંકબારા સહીતના ગામોના 68 નવદંપતિઓ પ્રભુતામાં પગલા માંડેલ હતા. ભીડીયા ખાતે આવેલ સમાજની વાડી કેવટ ભુવનમાં યોજાયેલ આ સમુહ લગ્નોત્સવમાં પાંચ રાઉન્ડમાં 68 નવદંપતિઓ પ્રભુતામાં પગલા માંડેલ હતા અને વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા સંદેશો પાઠવી સમુહ લગ્ન સમાજને નિકટ લાવવાનું કાર્ય કરે છે અને સાદગીથી ઉજવાતા આવા અવસર પ્રેરણારૂપ બની રહે તેમજ આ નવદંપતિઓને આર્શીવાદ સાથે આયોજકોને શુભેચ્છા પાઠવેલ હતી જયારે રાજયના પૂર્વ મંત્રી જશાભાઇ બારડ, જીલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઇ ઠકરાર, નગરપાલિકા પ્રમુખ મંજૂલાબેન સુયાણી, ઘારાસભ્ય વિમલભાઇ ચુડાસમા, બારગામ ખારવા સમાજના પટેલો, પ્રમુખો, આગેવાનો તેમજ સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશનના પટેલ લખમભાઇ ભેંસલા, જગદીશભાઇ ફોફંડી, ફીશ એક્ષપોર્ટ એસો.ના પ્રમુખ પીયુશભાઇ ફોફંડી સહીત દરેક સમાજના અગ્રણીઓ તેમજ રાજકીય નેતાઓ, સંતો-મહંતો ઉપસ્થિત રહી નવદંપતિઓને આર્શીવાદ પાઠવેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.