મોરબીમાં ભર ચોમાસે જનતા પર લાદયો એકાંતરા પાણીકાપ

  • મોરબીમાં ભર ચોમાસે જનતા પર લાદયો એકાંતરા પાણીકાપ
    મોરબીમાં ભર ચોમાસે જનતા પર લાદયો એકાંતરા પાણીકાપ

મોરબીમાં ભર ચોમાસે જનતા પર લાદયો એકાંતરા પાણીકાપ
નર્મદાનીર મળતા નથીને મચ્છુ - 2 ડેમ ડુકવાની તૈયારીમાં
મોરબી તા. 7
મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમમાં જળ જથ્થો ખુંટવાની કગાર પર હોય જેથી જળ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે એકાંતરા પાણીકાપ શરુ કરવામાં આવ્યો
મોરબી શહેર અને 45 ગામોની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમનું તળિયું દેખાવા લાગ્યું છે તો હજુ સુધી મોરબી પંથકમાં સારા પ્રમાણમાં વરસાદ વરસ્યો નથી જેથી પાણીની કટોકટીની સ્થિતિ ના સર્જાય તેવા હેતુથી તંત્ર દ્વારા એકાંતરા પાણીકાપ શરુ કરી દેવામાં આવ્યો છે શનિવારથી શહેરમાં એકાંતરા પાણીકાપ શરુ કરવામાં આવ્યો છે વડાપ્રધાન મોદીની મહત્વકાંક્ષીસૌની યોજનાનો મધર ડેમ મચ્છુ 2 ડેમમાં પાણી ખુંટી જવાની કગાર પર પહોંચ્યું છે તો વળી નર્મદા ડેમમાં જળ સ્તર નીચું જતા નર્મદા કેનાલ બંધ કરી દેવામાં આવ્યા બાદ મચ્છુ 2 ડેમમાં રહેલા જથ્થાને પીવા માટે અનામત રાખવામાં આવ્યો હતો અને જુલાઈ માસ સુધીનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું પરંતુ વરસાદ ખેંચાતા તંત્રની ગણતરીઓ ઉંધી પડી છે અને હવે બાકી રહેલો જથ્થો પૂરો થઇ જાય અને વરસાદ હજુ લંબાય તો પાણીની કટોકટી સર્જાઈ સકે જેથી એકાંતરા પાણીકાપ લાદી દેવામાં આવ્યો છે જેની અમલવારી શનિવારથી શરુ કરી દેવાયો છે અને સરકારને નર્મદા કેનાલમાંથી પાણી આપવા જીલ્લા ભાજપ પ્રમુખે રજૂઆત કરી છે જે નર્મદાનું પાણી આપવામાં આવશે અથવા તો વરસાદને પગલે ડેમ ભરાઈ જશે તો એકાંતરા કાપ હટાવી લેવામાં આવશે તેવી માહિતી ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ આપી હતી