વાંકાનેર રાણેકપરમાં મૌલવીએ સગીરાની છેડતી કર્યાનો આક્ષેપ

  • વાંકાનેર રાણેકપરમાં મૌલવીએ સગીરાની છેડતી કર્યાનો આક્ષેપ
    વાંકાનેર રાણેકપરમાં મૌલવીએ સગીરાની છેડતી કર્યાનો આક્ષેપ


મોરબી તા. 7
મોરબી જીલ્લા ના વાકાનેર ના રાણેકપર ગામે પોસ્કોની ફરિયાદમાં છ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા મોલવી ની શોધખોળ હાથ ધરી છે.
મોરબી જીલ્લા ના વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે આજથી ચારેક માસ પહેલા મૌલવીને ચા-પાણી આપવા ગયેલ સગીરાને મૌલવી એ શારીરિક છેડછાડ કરી હતી. ત્યાર બાદ સગીરા ગુમસુમ રહેતા તેના માતા-પિતાએ પુછપરછ કરતા તેઓએ મૌલવી વિશે આપવીતી કહી દેતા સમગ્ર મામલાની વિગત પ્રકાશમાં આવી હતી.
જેઓ સમગ્ર સમાજને દીન ની તાલીમ આપનાર મૌલવી રંગીન મિજાજી છે તેવા મૌલવી થી સમાજ અને ગ્રામજનોની દીકરી સુરક્ષિત નથી તેવું જાણ્યા બાદ પિતાએ આ ઘટના અંગે ગામના અગ્રણીઓ ને વાત કરી હતી ત્યારે અગ્રણીઓ દ્વારા આ બાબત પોલીસ મથકે ના લઈ જવા દેવામાં પ્રેસર આપવામાં આવ્યું હતું.
આ બાબતે પિતાનું મન માનતુ ન હોય જેના પરિણામ સ્વરૂપ તા. 5/7/2018 ના રોજ ફરિયાદીએ પોલીસને ફરીયાદ કરવાનો પ્રયાસ કર્યો હતો જે ગ્રામજનોને જાણ થતાં આ ફરીયાદ ન થાય તેવા પ્રયાસો કરી દેવાયા હતા છતાં પણ પાપ છાપરે ચડીને પોકારે તે કહેવત અનુસાર ફરિયાદીએ પોલીસને ફોન કરી સમગ્ર ઘટનાની જાણ કરી હતી.
આજે મોલવીએ ઉશ્કેરણીજનક માહોલ કરી પોતાના પાપને ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કર્યો હતો જેથી ફરિયાદીના નિવાસ સ્થાન પર ગ્રામજનોએ હુમલો કરી દેતા પોલીસને ફોન કરી દેતા ઘટના સ્થળે પોલીસ દોડી ગઇ હતી અને ફરિયાદીને પોલીસ મથકે લાવી ફરિયાદ નોંધવાની તજવીજ આદરી હતી ફરિયાદીએ પોતાની સગી દીકરી પર મૌલવી અડપલા કરતો હોવાની ફરિયાદ કરતા ફરિયાદ નોંધી છે.
ફરિયાદીને ગામમાં ફરી પાછા જતા મારા ઉપર હુમલો થઈ શકે તેવો ડર હોય માટે પોલીસ ફરિયાદીને રક્ષણ હેઠળ ગામમાં મૂકવા ગઈ હતી અને આરોપીને ઝડપી પાડવા ગયેલ પરંતુ મૌલવીએ સમગ્ર ગ્રામજનોને ઉશ્કેરણીજનક ભાષણ આપી અને ગ્રામજનોને પોલીસ સામે કરી દેતા મામલો ગરમાયો હતો.
જે ફરિયાદ અનુસંધાને સીટી પોલીસ દ્વારા મૌલાના ને ઝડપી પાડવા માટે રાણેકપર ગામે ગયેલ ત્યારે સમગ્ર ઘટનાને દબાવવાનો પ્રયાસ કરી રહેલા મૌલવી અને તેના સાગરિતો દ્વારા પોલીસ પર માર મારવાનો આક્ષેપ કર્યો પરંતુ પોલીસના જણાવ્યા પ્રમાણે ગામમાં મૌલવી ની ધરપકડ કરવા માટે ગયેલ હોય અને કોઈ જાતનો બળપ્રયોગ કર્યો ન હોવાનું જણાવવામાં આવેલ છે.
જે ફરિયાદ સંદર્ભે વાંકાનેર સીટી પોલીસે ફરી.ગુ.ર.નં. 42/18 પોસ્કો કલમ નંબર 8 તથા આઇ. પી. સી કલમ 354 એ 143, 504, 506 (2) જી.પી.એકટ 135 મુજબ આરોપીઓ નીઝામુદ્દીન અમીભાઈ સેરસીયા, ઉસ્માન હબીબ સેરસીયા, હુસેન નુરમામદ સેરસીયા, મહંમદ જલાલ સેરસીયા, ઈબ્રાહિમ ઉર્ફે ભુરી ઈબો અને સિકંદર ઉસ્માન બાંભણીયા ની ધરપકડ કરી આ કામનો મૂળ આરોપી મૌલાના સૌકતઅલી ને ઝડપવાના પ્રયાસો હાથ ધરેલ છે.