હરિયાણા જતી ડબલ ડેકર ક્ધટેનર ટ્રેનને લીલીઝંડી: વેપાર ઉઘોગને ફાયદો

  • હરિયાણા જતી ડબલ ડેકર ક્ધટેનર ટ્રેનને લીલીઝંડી: વેપાર ઉઘોગને ફાયદો
    હરિયાણા જતી ડબલ ડેકર ક્ધટેનર ટ્રેનને લીલીઝંડી: વેપાર ઉઘોગને ફાયદો

રાજકોટ,તા.7
દેશની સર્વપ્રથમ ડબલડેકર ડવાર્ક ક્ધટેનર ટ્રેનને આજરોજ રાજકોટ રેલવે સ્ટેશન પર લીલીઝંડી આપવામાં આવી હતી. ટ્રેનને કાનાલુસ ખાતે આવેલ રિલાયન્સ રેલ સાઇડિંગથી હરિયાણાના રેવાડી માટે બૂક કરવામાં આવી છે. ટ્રેનમાં 6 ફૂંટ ઉંચાઇનાં ડબલ સ્ટેકના 82 ક્ધટેનર છે. દેશભરમાં આ ટ્રેન સૌપ્રથમ વખત રાજકોટ રેલવે સ્ટેશન પરથી પ્રસ્થાન થઇ હતી. ટ્રેન અંગે વિગતો આપતા રાજકોટ ડિવીઝનનાં ડી.આર.એમ. નીનાવેએ કહ્યું ક., આ ટ્રેનની ખુબીએ છે કે સામાન્ય ગુડ્ઝ ટ્રેનની સરખામણીએ ડબલ સ્ટેક મીની ક્ધટેનર ટ્રેનમાં ક્ધટેનરની ઉંચાઇ ઓછી હોય છે પરંતુ પહોળાઇ 162 મીલીમીટર વધુ હોય છે. આથી વોલ્યુમ સામાન્ય ક્ધટેનર કરતા 67 ટકા વધુ સમાવી શકાય છે. ઉંચાઇ ઓછી હોવાથી આ ટ્રેન તમામ ટ્રેક પરથી સરળતાથી ચલાવી શકાશે. સાથોસાથ રોડ પરિવહન કરતા રેલવે સસ્તું હોવાથી હવે આ મીની ડબલસ્ટેક ટ્રેનનાં કારણે ઓટોકાર, પ્લાસ્ટિક ગેન્યુઅલ્સ, પોલીથીન વગેરે પરિવહન સરળ અને સસ્તુ થશે આથી સૌરાષ્ટ્રનાં ઉદ્યોગોને ખાસો ફાયદો થશે. સાથોસાથ રેલવેના રેવન્યુમાં પણ વધારો થાશે. આજે સવારે 10 કલાકે દેશની પ્રથમ ડબલ સ્ટેક કવાર્ક ક્ધટેનર ટ્રેનને રાજકોટ રેલવે સ્ટેશન પર ડી.આર.એમ. નિનાવેએ લીલીઝંડી આપી હતી. આ તકે એડીઆરએમ યાદવ, રવિન્દ્ર શ્રીવાસ્તવ, અભિનવ જેફ, નીલમ ચૌહાણ, રાકેશ કુમાર પુરોહિત તથા તમામ સ્ટાફ હાજર રહ્યો હતો.