કેન્સરની બીમારીથી કંટાળી આધેડે કુવો પૂર્યો

પોરબંદર તા.7
પોરબંદરમાં કેન્સરની બિમારીથી કંટાળી આધેડે કુવામાં 5ડી આપઘાત કરી લીધો છે. બનાવની વિગત એવી છેે કે, એસ.વી.પી. રોડ ઉપર ગોકાણીવંડી પાસે રાધાકૃષ્ણ મંદિરના ડેલામાં રહેતા પ્રફુલ ભગવાનજી ઠકરાર ઉ.વ. પર નામના આધેડને છેલ્લા 4 વર્ષથી ગળાના ભાગે કેન્સરની બિમારી હતી આથી પોતાના ઘરના ફળીયામાં આવેલ કુવામાં પોતે પડી ગયા હતા અને ડુબી જવાના કારણે તેમનું મોત નિપજયું હતું.
ટ્રક ચલાવતા
પોરબંદરમાં ભારે વાહનો બેફામ અકસ્માતો સર્જી રહ્યા છે ત્યારે 18 વર્ષનો યુવાન ફુલસ્પીડે ટ્રક ચલાવતા મોબાઇલ ઉપર વાત કરતો નિકળ્યો ત્યારે પોલીસે તેની ધરપકડ કરી હતી.
બનાવની વિગત એવી છે કે, ઓડદર ગામે સરકારી શાાળા પાસે રહેતો બાવન સરમણ છેલાણા નામનો 18 વર્ષનો યુવાન જલારામ કોલોની પાસેથી ફુલસ્પીડે ટ્રક લઇને નિકળ્યો હતો તેની સાથેસાથે ડ્રાઇવીંગ કરી રહ્યો હતો ત્યારે જ મોબાઇલ ઉપર વાત કરી રહ્યો હતો આથી ટ્રાફીક શાખાના હેડકોન્સ્ટેબલે તેને પકડી પાડયો હતો.
ખુનની ધમકી
પોરબંદરમાં દલિત યુવાન સાથે ઝપાઝપી કરી ખુનની ધમકી અપાયાની બે શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે.
વિરડીપ્લોટના વણકરવાસમાં રહેતા રાહુલ ચના ઉર્ફે ગોપાલ સાદીયાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તે અને ચંદ્રેશ ઉર્ફે ચેતન માવજી કોટીયા આ બન્ને હરીશભાઇની મચ્છીની બોટમાં મહેતાજી તરીકે કામ કરતા હતા જે ચંદ્રેશને પસંદ હતું નહીં એટલું જ નહીં પરંતુ ચંદ્રેશે ભંગાર વેચી નાંખ્યો હતો એ વાત રાહુલે બોટ માલીક હરીશભાઇને કરી હતી તેથી ચંદ્રેશને મેતાજી તરીકે કામ કરતા કાઢી મુકવામાં આવ્યો હતો આથી તેનું મનદુ:ખ રાખીને ચંદ્રેશ કોટીયા અને મિલન ઉર્ફે મુન્ના કોટીયાએ સુભાષનગર ગોદીના બંદરકાંઠે રાહુલ સાથે ઝપાઝપી કરી, ગાળો દઇ, જાનથી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા એસ્ટ્રોસીટી એકટ હેઠળ ગુન્હો નોંધાયો હતો.
દારૂની ભઠ્ઠી સાથે બે ઝડપાયા
પોરબંદરના ખાડીકાંઠેથી દારૂની ભઠ્ઠી સાથે બે ઝડપાયા છે.
ઝુંડાળા પોરાઇ માતાજીના મંદિર પાછળ ખાડીકાંઠે દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની માહિતીના આધારે પોલીસે દરોડો પાડતા એ વિસ્તારમાં જ રહેતા અશોક ઉર્ફે અસીયો નારણ બામણીયા અને સુનીલ ઉર્ફે પાંચા મુના સોલંકીને 600 રૂપિયાના 30 લીટર દારૂ, 1900 રૂપિયાના 9પ0 લીટર આથા, પપ0 રૂપિયાના 11 કેન, 100 રૂપિયાનું બેરલ, ર00 રૂપિયાના બે તગારા અને ર00 રૂિ5યાના બે પ્રાયમસ સહિત 3850ના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા.
તે ઉપરાંત મફતીયાપરા-રાણાવાવના બાયપાસ રોડ ઉપર રહેતા વસીમ ફીરોઝ આદમાણીને દારૂના બાચકા સાથે પકડી લેવાયો હતો. નવાપરા-ખાપટમાં રહેતા જયાબેન મસરીભાઇ ના મકાનની અગાસી ઉપરથી 70 લીટર આથો અને 4 કેન સહિત ર8પનો મુદ્દામાલ મળી આવતા તેની સામે ગુન્હો નોંધી દીધો છે. બરડીયા ગામે વણકવાસમાં રહેતા લખમણ પુંજા મકવાણાએ તેના મકાનની પાછળ બાથરૂમ પાસે ર0 લીટર આથો અને પતરાની ટાંકી સહિત મુદ્દામાલ રાખ્યો હતો ત્યારે પોલીસે દરોડો પાડી લક્ષ્મણ સામે ગુન્હો નોંધી શોધખોળ હાથ ધરી છે.