રાજકોટમાં ખાનગી મેળા માટે ત્રણ સ્થળે મનપા જગ્યા આપશે


નાનામૌવા, પારડી રોડ અને સાધુ વાસવાણી રોડ ઉપર મેળો યોજાશે
રાજકોટ, તા. 7
જન્માષ્ટમીનો તહેવાર નજીક આવતો જાય તેમ તેમ શહેરમાં યોજાતા ખાનગી મેળાના આયોજકો દ્વારા મેળા માટે જગ્યા ફાળવવાની મહાનગરપાલીકા પાસે માંગણી કરવામાં આવી હતી. જે અંતર્ગત મનપા દ્વારા શહેરના ત્રણ સ્થળો ખાનગી મેળા માટે નકકી કરવામાં આવ્યા છે જેમાં સાધુવાસવાણી રોડ ઉપર રાજ પેલેસ સામે 2406 ચો.મીટરનો પ્લોટ તથા પારડીરોડ આનંદનગર કોમ્યુનીટ હોલ પાસે 6500 ચો.મીટરનો પ્લોટ અને નાનામવા પેટ્રોલ પંપની બાજુમાં આવેલ 800 ચો.મીટરનો એમ ત્રણ પ્લોટ ફાળવવા માટે અરજી મંગાવવામાં આવી છે. ખાનગી મેળો યોજવામા માટે મનપા દ્વારા શહેરમાં ત્રણ સ્થળે પ્લોટ ફાળવવામાં આવ્યા છે અને તેના માટે મેળાના સંચાલકો પાસેથી અરજી મંગાવવામાં આવી છે. તા.18 જુલાઈ સુધીમાં દરેક સંચાલકોએ અરજી કરવાની રહેશે ત્યાર બાદ તા.19 જુલાઈના રોજ ટેન્ડર ભરવામાં આવશે અને વધુ ભાડુ ચુકવનાર સંચાલકને પ્લોટની ફાળવણી કરવામાં આવશે તેમ મ્યુ.કમિશનર બંચ્છાનીધી પાનીએ જણાવ્યુ હતું.