રાજકોટની ગ્રાન્ટેડ શાળાઓમાં ભરતી પ્રક્રિયામાં અચાનક લાગી બ્રેક

રાજકોટ : રાજકોટ સહિત રાજ્યભરની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં છેલ્લા 4 વર્ષથી ખાલી પડેલી આચાર્યોની જગ્યાઓ ભરવા માટેના કેમ્પ શરૂ કરાય તે પહેલા જ રાજ્યના શિક્ષણ વિભાગે તમામ જિલ્લાઓમાં આચાર્યોની ભરતીના આદેશ અટકાવી દીધા છે. ટેટ અને ટાટ સહિતની મહત્વની પરિક્ષાઓ પાસ કરેલાઓની આચાર્ય તરીકેની ભરતી પ્રક્રિયા રાજકોટ શહેર જિલ્લામાં અનુદાનીત ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અંદાજીત 101ની ભરતી કરવાની હતી. શાળા પસંદગી સમિતિ દ્વારા ભરતી પ્રક્રિયા 9 જુલાઈથી કેમ્પના આયોજન માટેની બેઠક કોટેચા ગર્લ્સ હાઈસ્કૂલમાં આજે મળવાની હતી પરંતુ કમિશનર શાળાની કચેરી ગાંધીનગર દ્વારા પત્રક્રમાંક ધ સનદ - 1 માધ્યમિક / 2018 / 13818-51થી આ પસંદગી પ્રક્રિયા સ્થગીત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ આદેશના પગલે ચાર વર્ષ બાદ ભરતી પ્રક્રિયા હાથ ધરવાની હતી. જે સ્થગીત કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે છેલ્લા ચાર વર્ષથી રાજકોટ સહિત રાજ્યભરમાં ગ્રાન્ટેડ સ્કૂલોમાં આચાર્યની ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટે નિર્ણય કરવામાં આવ્યો. ચાર વર્ષ બાદ ભરતીના આખરી ઓપ પર હતી. ત્યારે જ નામદાર હાઈકોર્ટમાં થયેલી રીટને કારણે ભરતી પ્રક્રિયા હાલ પુરતી મોકુફ રાખવામાં આવી છે.